અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને ડેરીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફરફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 11:35:45
  • Views : 352
  • Modified Date : 2021-03-28 11:35:45

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વરસાદ જાેવા મળી રહ્યા છે. ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને દેવી ગામમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામી છે.
અમીરગઢ તાલુકામાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં એક ઈકબાલગઢ અને એક ડેરી ગામમાં એક-એક કેસ નોંધાયો હતો.  જિલ્લામાં દિવસેને દિવસે કોરોના કેસો વધતા જતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. જ્યારે લોકોની
લાપરવાહીના કારણે કેસોમાં વધારો થતો જાેવા મળી રહે છે કોરોનાના કેસો અટકાવવા માટે આરોગ્ય વિભાગ સાથે સાથે લોકોને પણ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટસન આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર સૂચના પણ આપવામાં આવી રહી છે.
ઇકબાલગઢ સરકારી દવાખાનામાં આજ દિન સુધી ૬૦ વર્ષથી ઉપરના લોકોને ૧૩૭૦ લોકોને વેક્સિન
આપવામાં આવી હતી. જ્યારે ૪૫ થી  ૫૯ વર્ષના ગંભીર બીમારી તેવા વ્યક્તિઓને ૪૨ વેક્સિન આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News