આગામી છ માસમાં રાજ્યની તમામ ન.પા.ઓને દરેક ઘરોમાં ૧૦૦ ટકા નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનું આહ્વવાન કરતા મુખ્યમંત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 11:20:41
  • Views : 385
  • Modified Date : 2020-10-07 11:20:41

મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘નળ સે જલ-હર ઘર જલ’ ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા રાજ્યના લોકોને પીવા માટે ૧૦૦ ટકા સરફેસ વોટર મળતું થાય તેવા ઉદ્દેશ સાથે આગામી છ માસમાં રાજ્યની તમામ નગરપાલિકાઓ દરેક ઘરોમાં ૧૦૦ ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવું આયોજન કરવાનું આહ્વાન કર્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીના હસ્તે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અનુદાનમાંથી ફાળવવામાં આવેલ રૂ. ૧૦૫ કરોડના ખર્ચે કુલ ૨૩ નગરપાલિકાઓના વિવિધ વિકાસ કામોનું
ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરાયું હતું. કોરોના મહામારીમાં પણ ગુજરાતે વિકાસ કામો અટકવા દીધા નથી. રાજ્યની મહાનગરપાલિકા અને
નગરપાલિકાઓમાં પ્રજાલક્ષી વિકાસ કામો નાણાંના અભાવે અટકવા જોઇએ નહી, રાજ્ય સરકાર પૂરતા નાણા આપશે. આગામી દિવાળી પહેલા રાજ્યની તમામ
મહાનગરપાલિકાઓ અને
નગરપાલિકાઓમાં રસ્તાના અને સ્વચ્છતાના કામો પૂર્ણ કરવા જોઇએ. આ માટે રાજ્ય સરકારે રૂ. ૧૬૦ કરોડની રકમ પણ ફાળવી છે. દિવાળી પહેલા રસ્તા અને સફાઇ દ્વારા નગરોની શોભા વધારીએ એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના અને ૧૪મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત અંદાજે રૂ. ૧૦૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ વિવિધ પ્રજાકલ્યાણના વિકાસ કામોમાં સુરત ઝોનમાં વ્યારા, અંકલેશ્વર, નવસારી, ભાવનગર ઝોનમાં શિહોર, તળાજા, ગારીયાધાર અને ગાંધીનગર ઝોનમાં પાલનપુર એમ કુલ ૭ નગરપાલિકાઓના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત અમદાવાદ ઝોનમાં ધંધુકા, સુરત ઝોનમાં ભરૂચ, આમોદ, નવસારી, બિલીમોરા અને રાજપીપળા, વડોદરા ઝોનમાં ગોધરા, રાજકોટ ઝોનમાં જામરાવલ, જસદણ, રાણાવાવ, ભાવનગર ઝોનમાં પાલીતાણા, તળાજા, મહુવા, કેશોદ, માણાવદર, વિસાવદર, અને બાંટવા જ્યારે ગાંધીનગર ઝોનમાં મોડાસા નગરપાલિકાના વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-ખાતમૂર્હુત કરાયું હતું. આ પ્રસંગે કાર્યક્રમના વિવિધ સ્થાનો
ઉપરથી સાંસદપરબતભાઇ
પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા, ધારાસભ્યો, કલેક્ટરો, નગરપાલિકાના પ્રમુખ અને
ઉપપ્રમુ, પદાધિકારીઓ અને અધિકારીઓ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

Download Our B K News Today App



Related News