રાંટીલામાં હડકાયા ભૂંડના હુમલામાં મોત થયેલા યુવાનની લાસ પી.એમ. વગર રઝળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 11:07:30
  • Views : 1090
  • Modified Date : 2019-11-26 11:07:30

દિયોદર તાલુકાના રાંટીલા ગામની સીમમાં હડકાયા ભૂંડનો આતંક સામે આવ્યો છે. ભૂંડે કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયુ છે અને ૪ લોકો ઘાયલ થયા છે. સુરેશ ઉર્ફે
ભરત પ્રજાપતિ નામના ૨૮ વર્ષીય યુવકનું ભૂંડના હુમલામાં મોત થયુ છે. જેના મૃતદેહને પી.એમ. અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લવાયો હતો. જ્યાં ડો. જાએ મૃતકના પરિજનો ને પી.એમ. રાતે ન કરી રજળાવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. જ્યારે હુમલામાં ઘાયલ મહિલા સહિત ૪ વ્યક્તિને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હડકાયા ભૂંડના કારણે ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે. બનાવના પગલે મામલતદાર સહિત તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને એમ છતાં દિયોદરના તુડમિજાજી ડો. જાએ મૃતકનો મલાજો પણ ન રાખી આખી રાત લાસ પી.એમ. માટે રઝળી હતી.

Download Our B K News Today App



Related News