PMએ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મુસાફરી કરી

  • Published By :
  • Published Date : 2022-09-30 13:22:22
  • Views : 254
  • Modified Date : 2022-09-30 13:22:22

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે ટ્રેનની મુસાફરી પણ કરી છે. હવે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવી દીધો છે. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યાં છે, ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચીને મેટ્રોમાં સવાર થયા છે. મેટ્રો રેલમાં બેસી દૂરદર્શન થલતેજ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચ્યા છે. જાહેર સભાના સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા છે. અહીં તેઓ સભાને સંબોધશે.નવા શહેરોનું નિર્માણ કરાઈ રહ્યું છે જે ગ્લોબલ સિટી બનાવી રહ્યા છે, જેનું ગિફ્ટ સિટી ઉત્તમ ઉદાહરણ છે. મેં 2005માં કહ્યું હતું. ત્યારે બહુ લોકોને કહ્યું કે આ શું કહે છે, આજે ગિફ્ટ સિટી આંખો સામે છે. હજારો લોકોને રોજગાર આપવાનું કેન્દ્ર બન્યું છે. એક સમય હતો ત્યારે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનો અર્થ લાલ બસ અને હરીભરીને રિક્ષાવાળો. ગુજરાતે મને કામ કરવાનો અવસર આપ્યો ત્યારે બીઆરટીએસ કોરિડોરમાં બસ શરૂ કરી. સામાન્ય નાગરિકની આવશ્યકતા અનુસાર વિકાસની યાત્રાને બે પાટા પર ચલાવવા હોય તે આજે સાચે જોઈ રહ્યા છે. તેના માટે તમામને અભિનંદન, મેટ્રોના 32 કિમીના રૂટ પર મેટ્રોનો રૂટ શરૂ થયો છે. એક જ વર્ષમાં 32 કિમીની યાત્રાનું દેશમાં લોકાર્પણ થયું છે. મેટ્રોનું માટે વધારાની જમીનની જરૂર નથી પડી. ગાંધીનગર-મુંબઈ વચ્ચેની વંદેભારત ટ્રેનથી અંતર દૂર કરીશું. સાડા આઠ કલાકથી વધારે સમય થતો હતો.. તે વંદેભારત ટ્રેન અમદાવાદથી સાડા પાંચ કલાકમાં મુંબઈ પહોંચાડી દેશે. ચેન્નાઈમાં ટ્રેન બનાવનારને બધાને મળ્યો ત્યારે કામ કરનારે કહ્યું સાહેબ કામ આપો અને તેનાથી બહેતર બનાવવા કહ્યું અને બનાવ્યું. મારો દેશ આનાથી તેજ ગતિથી આગળ વધશે. દેશના લોકો આનાથી પણ વધુ ઝડપે મુસાફરી કરશે. બહુ વર્ષ પહેલાં અમે અમદાવાદમાં મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ લઈને અમે સમિટ કર્યું, ત્યારે હું ન કરી શક્યો.. તમે ત્યાં મોકલ્યો ત્યારે કરી દીધું.. વીતેલા 8 વર્ષમાં શહેરો પર આટલો મોટો મૂડીરોકાણ કરાય છે. બે ડઝનથી વધારે શહેરોમાં મેટ્રો શરૂ થઈ છે કે કામગીરી ચાલી રહી છે. નાના શહેરોમાં હવાઈ સુવિધા આપવાની કામગીરી કરાઈ છે. આજે ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઈપણ એરપોર્ટથી કમ નથી. બે દિવસ પહેલાં અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની સ્વીકૃતિ આપી દીધી છે. દેશના શહેરોના વિકાસ માટે આટલો બધો મૂડીરોકાણ એટલા માટે કરાય છે કે દેશનું વિકાસ સુનિશ્ચિત કરશે. ભારતના 25 વર્ષના ભાગ્યને ઘડનારા છે. આ કનેક્ટિવીટિ પૂરતો મર્યાદિત નથી પરંતુ સુવિધા વધી રહી છે. સંબંધો વિકસિત કરાય છે. ટ્વિન સિટીનો વિકાસ કેવી રીતે કરાય છે તેનું અમદાવાદ ગાંધીનગર ઉદાહરણ છે. આવનાર સમય માટે ટ્વિન સિટીનો આધાર તૈયાર થાય છે. તમારી આંખો સામે ગાંધીનગર-અમદાવાદ ટ્વિન સિટીનો છે.

Download Our B K News Today App



Related News