ટૂંક સમયમાં PM ગાંધીનગરમાં : મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' સેમિનારમાં સંબોધન અને કલોલમાં ઈફ્કોના પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 15:27:55
  • Views : 264
  • Modified Date : 2022-05-28 15:27:55

ટૂંક સમયમાં PM ગાંધીનગરમાં : મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' સેમિનારમાં સંબોધન અને કલોલમાં ઈફ્કોના પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે 10 વાગે રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે.ડી.પી.નું લોકર્પણ કર્યું હતું. ત્યારબાદ હવે બપોરે 3 વાગ્યા બાદ વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

'સહકાર સે સમૃદ્ધિ' સેમિનારમાં સંબોધન કરશે
ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ મંડળીઓ છે. મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

કલોલમાં ઈફ્કોના પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે
પ્રધાનમંત્રી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
સવારે 10 વાગે વડાપ્રધાન જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. બાદમાં સભાસ્થળે પહોંચ્યા હતા

 

 

Download Our B K News Today App



Related News