જાણો વડાપ્રધાને વેક્સિન લગાવી લીધા પછી નર્સને શું કહ્યું? નર્સ પુડુચેરી અને કેરળની, મોદીના ખભે ગમછો હતો આસામનો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 12:45:21
  • Views : 302
  • Modified Date : 2021-03-01 12:45:21

    કોરોના વેક્સિન અભિયાનના બીજા તબક્કાની શરૂઆતમાં સોમવારે સવારે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. આ દરમિયાન પીએમ મોદીના ખભા પર આસામનો ગમછો દેખાતો હતો. આ ગમછો આસામની મહિલાઓ તરફથી આશીર્વાદનું પ્રતીક છે. પીએમ મોદી ઘણી વખત આ ગમછા સાથે દેખાયા છે. નોંધનીય છે કે, કેરળ, પુડુચેરી અને આસામમાં માર્ચ-એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે

    પીએમ મોદીને વેક્સિન આપનાર નર્સ પુડુચેરી અને કેરળની હતી. એકનું નામ પી. નિવેદા, જે પુડુચેરીના છે, જ્યારે કેરળના નર્સનું નામ રોસમ્મા અનિલ છે. પીએમ મોદી વેક્સિનનો ડોઝ લેવા સવાર સવારમાં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચવા માટે મોદીએ સવારનો સમય એટલે પસંદ કર્યો, કારણ કે લોકોને તેમના કાફલાના કારણે તકલીફોનો સામનો ના કરવો પડે. વડાપ્રધાન મોદીએ ભારત બાયોટેકની વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. કોવેક્સિન, સ્વદેશી વેક્સિન છે, જેને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.


    પીએમ મોદીએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો તે વિશે ટ્વિટર પર માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે મેં એઇમ્સમાં વેક્સિનનો મારો પહેલો ડોઝ લીધો છે. આટલા ઓછા સમયમાં દેશના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ જંગ લડવા માટે વેક્સિન બનાવી છે. આ ઉમદા વાત છે. હું તે દરેક લોકોને અપીલ કરું છું, જે વેક્સિન લેવા યોગ્ય છે, તેઓ વેક્સિનનો ડોઝ ચોક્કસથી લે. આપણે સાથે મળીને ભારતને કોરોનામુક્ત બનાવીશું.

    પીએમ નરેન્દ્ર મોદીને વેક્સિન આપનાર દિલ્હી એમ્સમાં કાર્યરત સિસ્ટર પી નિવેદાએ કહ્યું, સર (પીએમ મોદી)ને ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે. વેક્સિન લીધા પછી તેમણે અમને પુછ્યું હતું કે, અમે કયા રાજ્યના ઠીએ અને અમને કહ્યું- વેક્સિન લગાવી પણ દીધી અને ખબર પણ ના પડી.

Download Our B K News Today App



Related News