PMએ કહ્યું- સમય આવી ગયો છે કે ખેતીમાં પ્રાઈવેટ સેક્ટરનું યોગદાન વધે, ખેડૂત ઘઉં-ચોખા વાવવા સુધી જ મર્યાદિત ન રહે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 14:41:32
  • Views : 248
  • Modified Date : 2021-03-01 14:41:32

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ ખેતી આપના દેશમાં પહેલેથી જ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે એગ્રીકલ્ચર સેકટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને લઈને જાહેર ક્ષેત્રનું યોગદાન વધુ છે. હવે સમય આવી ગયો છે કે તેમાં પ્રાઈવેટ સેકટરનો હિસ્સો પણ વધે. હોલિસ્ટિક અભિગમ આવશ્યક છે, સંપૂર્ણ સાઇકલ હોવી જોઈએ. આપણે ખેડૂતોને એવા વિકલ્પ આપવા જોઈએ કે તેઓ ઘઉં-ચોખા વાવવા સુધી જ મર્યાદિત ન રહે, વડાપ્રધાન કૃષિ ક્ષેત્રમાં બજેટ અમલી કરવાને લઈને વેબીનારમાં સંબોધન કર્યું હતું.

    વડાપ્રધાન એ વધુમાં કહ્યું હતું કે 'આપણે ખેડૂતોને એવી ટેક્નોલોજી, એવા બીજ ઉપલબ્ધ કરાવવાના છે જેજમીન માટે ઉપયોગી હોય અને જેમાં ન્યુટ્રિશિયનનું પ્રમાણ પણ હોય. આપણે એગ્રીકલ્ચર સેકટર સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને વધારવું પડશે, યુવાઓને જોડાવા પડશે. કોરોનાના સમયમાં આપણે જોયું છે કે કેવી રીતે સ્ટાર્ટઅપે ફાળો અને શાકભાજીને લોકોના ઘર સુધી પહોંચાડયા છે. જોવામાં મળી રહ્યું છે કે મોટાભાગના સ્ટાર્ટઅપ યુવાઓએ જ શરૂ કર્યા છે.માઇક્રો ઇરિગેશન ફંડની રકમ વધારીને બેગણી કરવામાં આવી છે. દેશના 1000 માર્કેટોને ઇ-નામ સાથે જોડાવાનો નિર્ણયબ લેવામાં આવ્યો છે. આ સમગ્ર નિર્ણયોમાં સરકારની વિચારધારા ઝળકે છે. ઇરાદો અનુભવાય છે અને સરકારના વિઝનને જાણી શકાય છે.

    મોદીએ કહ્યું કે સતત વધતાં કૃષિ ઉત્પાદનો વચ્ચે 21મી સદીમાં ભારતને ફૂડ પ્રોસેસિંગ ક્રાંતિ અને વેલ્યુન એડિશનની જરૂરિયાત છે. દેશ માટે બહુ સારું થયું હોત, જો આ કામ 2-3 દાયકા પહેલા જ કરવામાં આવ્યું હોત. હવે જે સમય વીતી ગયો છે, તેની ભરપાઈ તો કરવાની જ છે, પણ આવનારા દિવસો માટે પણ પોતાની તૈયારી અને ઝડપને પણ વધારવાની છે.

    તેમણે વધુકા કહ્યું હતું કે આપણે એગ્રીકલ્ચરના દરેક ક્ષેત્રમાં પ્રોસેસિંગ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ માટે જરૂરી છે કે ખેડૂતોએ પોતાના ગામની પાસે જ સ્ટોરેજની સુવિધા મળે. ખેતરમાંથી પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચવાની વ્યવસ્થાના સુધારો કરવો જ પડશે. આપણે સૌ જાણીએ છીએ કે ફૂડ પ્રોસેસિંગ ક્રાંતિ માટે ખેડૂતોની સાથે જ પબ્લિક પ્રાઈવેટ કો-ઓપરેટિવ સેકટરે સમગ્ર તાકાત સાથે આગળ વધવું પડશે.તેમણે કહ્યું કે આપણે દેશના એગ્રીકલ્ચર સેકટરના પ્રોસેસ ફૂડના વૈશ્વિક માર્કેટમાં વિસ્તાર કરવો જ પડશે. ઓર્ગેનિક ક્લસ્ટર, એક્સપોર્ટ ક્લસ્ટરની પણ આમાં મહત્વની ભૂમિકા હશે. હાલમાં પણ લખો માઇક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ ચાલી રહ્યા છે, પરંતુ તેમના સામર્થ્યને વધારવું આજે પણ જરૂરી છે.

    મોદીએ વધુમાં જણાવ્યુ હતું કે માહતર ખેતી જ નહીં, અહીં સુધી કે ફિશરીઝ સેકટરમાં પ્રોસેસિંગનું પણ ખૂબ જ મોટો સ્કોપ આપણે ત્યાં છે. ભલે જ આપણે દુનિયાના મોટા ફિશ એક્સપોર્ટમાં હોઈએ, પરંતુ વૈશ્વિક બજારમાં હાજરી ખૂબ મર્યાદિત છે. આ પરિસ્થિતિ બદલવી પડશે. આ માટે, જરૂરી સુધારા ઉપરાંત સરકારે આશરે 11000 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજના બનાવી છે, જેનો તમે લાભ લઈ શકો છો.

    ઓપરેશન ગ્રીન્સ યોજના હેઠળ કિસાન ટ્રેન માટે ફળો અને શાકભાજીના ટ્રાન્સપોર્ટ પર 50% સબસિડી આપવામાં આવી રહી છે. કિસાન ટ્રેન પણ આજે દેશ કોલ્ડ સ્ટોરેજનું સશક્ત મધ્યમ પણ બન્યું છે. છેલ્લા 6 મહીનામાં લગભગ 275 કિસાન ટ્રેન ચલાવવામાં આવી ચૂકી છે. આ નાના ખેડૂતો માટે ખૂબ જ મોટું માધ્યમ તો છે જ, ગ્રાહકો અને ઈન્ડસ્ટ્રીને પણ તેનો લાભ મળી રહ્યો છે.

    આત્મનિર્ભર અભિયાન દ્વારા લાખો નાના ફૂડ એન્ડ પ્રોસેસિંગ યુનિટોન મદદ કરવામાં આવી રહી છે. ફૂડ પ્રોસેસિંગની સાથે જ તે વાતનું પણ ધ્યાન રખવાનું છે કે નાનામાં નાના ખેડૂતને પણ આધુનિક ટેક્નોલૉજીનો લાભ કેવી રીતે મળી. શું ટ્રેકટર અને બીજી મશીનરીને શેર કરવાનો એક સસ્તો વિકલ્પ ખેડૂતોને આપી શકાય છે. આજે જ્યારે વિમાનને કલાક પ્રમાણે ભાડા પર લઈ શકાય છે, તો ખેડૂતો માટે પણ આવી વ્યવસ્થા કરી શકાય છે.મોદીએ વધુમાં જણાવ્યુ હતું કે ખેતી સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ પાંસું સોઇલ ટેસ્ટિંગનું છે. ગયા વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડો ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. આપણે હેલ્થ સોઇલ કાર્ડનું ટેસ્ટિંગની સુવિધા ગામે-ગામ પહોંચાડવાની છે. તેમાં પ્રાઈવેટ પાર્ટી ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાઈ શકે છે. એક વખત ખેડૂતોને સોઇલ ટેસ્ટિંગની આદત થઈ જાય, પોતાની જમીનની ફળદ્રુપતાને લઈને જાગૃત થશે, તો તેમણે લાભ થશે.


Download Our B K News Today App



Related News