PMએ કહ્યું - ભારત જોડો અભિયાન ચલાવો; આપણે નેશન ફર્સ્ટ, ઓલવેજ ફર્સ્ટના મંત્ર સાથે આગળ વધવું પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 13:19:55
  • Views : 253
  • Modified Date : 2021-07-25 13:19:55

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોદીએ મન કી બાતમાં સંબોધન કરતાં કહ્યું, 'પહેલા બે દિવસની કેટલીક યાદગાર ક્ષણો મારી નજર સામે છે. ટોક્યોમાં ભારતીય ખેલાડીઓ જોઈને આખું રાષ્ટ્ર રોમાંચિત થઈ ગયું. આખા દેશે તેમને કહ્યું, વિજય ભવ:. આજે તેમની પાસે તમારા પ્રેમ અને સપોર્ટની તાકાત છે. સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં વિક્ટ્રી પંચ અભિયાન શરૂ થઇ ગયું છે.

    આ વર્ષે દેશ આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. તે આપણાં માટે ખૂબ જ મોટું સૌભાગ્ય છે કે જે આઝાદી માટે દેશે પ્રતીક્ષા કરી છે, તેના 75 વર્ષનું હોવાના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. તમને યાદ હશે કે આઝાદીના 75 વર્ષ મનાવવા માટે 12 માર્ચે બાપુના સાબરમતી આશ્રમથી 'અમૃત મહોત્સવ'ની શરૂઆત થઈ હતી. આ જ દિવસે બાપુની દાંડીયાત્રાને પણ પુનર્જીવિત કરવામાં આવી હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરથી લઈને પુડુચેરી સુધી, ગુજરાતથી લઈને ઉત્તરપૂર્વ સુધી, દેશભરમાં અમૃત મહોત્સવને લગતા કાર્યક્રમો ચાલી રહ્યા છે.

    ઘણા સ્વતંત્રતા સેનાનીઓ અને મહાપુરુષ છે, જેમને 'અમૃત મહોત્સવ'માં દેશન યાદ કરી રહ્યો છે. સરકાર અને સામાજિક સંગઠનો તરફથી સતત તેને લગતા કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. આવું જ એક આયોજન આ વખતે 15 મી ઓગસ્ટે થવા જય રહ્યું છે, આ એક પ્રયાસ છે - રાષ્ટ્રગીત સાથે સંકળાયેલ. સંસ્કૃતિ મંત્રાલયનો પ્રયાસ છે કે આ દિવસે વધુને વધુ ભારતીય મળીને રાષ્ટ્રગીત ગાવો, આ માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે - rashtragaan.in આની મદદથી તમે રાષ્ટ્રગીત ગાઈ શકશો, તેને રેકોર્ડ કરી શકશો, આ અભિયાનમાં જોડાઈ શકશો. મને આશા છે, તમે ચોક્કસપણે આ અનોખી પહેલમાં જોડાશો.

    'અમૃત મહોત્સવ' એ કોઈ સરકારનો કાર્યક્રમ નથી, તે કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નથી, તે કોટિ કોટિ ભારતવાસીઓનો કાર્યક્રમ છે. દરેક સ્વતંત્ર અને કૃતજ્ઞ ભારતીયના પોતાના સ્વતંત્રતા સેનાનીઓને નમન છે અને આ મહોત્સવની મૂળ ભાવનાનો વિસ્તાર તો ખૂબ જ વિશાળ છે- આ ભાવના છે, આપણા સ્વતંત્રતા સેનાનીઓના માર્ગ પર ચાલવાની, તેમના સપનાનો દેશ બનાવવાની. જેમ દેશના સ્વતંત્રતા સેનાનીઓ આઝાદી માટે એક થઈ ગયા હતા, તે જ રીતે આપણે દેશના વિકાસ માટે એક થવું પડશે. આપણે દેશ માટે જ જીવવું છે, દેશ માટે જ કામ કરવું છે અને તેમાં નાના-નાના પ્રયત્નો પણ મોટા પરિણામો લાવે છે.

    રોજિંદા કામકાજ કરતી વખતે પણ આપણે રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ, જેમ કે વોકલ ફોર લોકલ. આપણા દેશના સ્થાનિક ઉદ્યોગ સાહસિકો, કલાકારો, શિલ્પકારો, વણકરોને ટેકો આપવો તે આપણા સ્વાભાવિક સ્વભાવમાં હોવું જોઈએ. 7 ઓગસ્ટે આવતો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ, એક એવો જ પ્રસંગ છે જ્યારે આપણે આ કાર્ય પ્રયત્નોથી પણ કરી શકીએ છીએ. આ દિવસ સાથે ઘણી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોડાયેલ છે. તે જ દિવસે, 1905માં સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી. આપણા દેશના ગ્રામીણ અને આદિજાતિ વિસ્તારોમાં હેન્ડલૂમ આવકનો મોટો સ્રોત છે. આ તે વિસ્તાર છે જ્યાંથી લાખો મહિલાઓ, લાખો વણકર, લાખો શિલ્પી જોડાયેલા છે. તમારા નાના-નાના પ્રયત્નો વણકરોમાં એક નવી આશા જગાવશે. તમે પોતે કંઈકને કંઈક ખરીદો, તમાઋ વાત અન્ય લોકોને પણ જણાવો અને આપણે જ્યારે આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યા છીએ, ત્યારે આટલું કરવાની આપણી જવાબદારી છે.

    વર્ષ 2014 બાદથી આપણે ઘણીવાર 'મન કી બાત'માં ખાદી વિશે વાત કરીએ છીએ. આ તમારો જ પ્રયત્ન છે કે આજે દેશમાં ખાદીનું વેચાણ અનેકગણું વધી ગયું છે. શું કોઈ કલ્પના કરી શકે છે કે કોઈ ખાદી સ્ટોરમાં એક દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુનું વેચાણ થઈ શકે છે !, પરંતુ તમે આ કરી બતાવ્યુ છે. જ્યારે તમે ક્યાંય પણ ખાદીની કંઈ પણ ખરીદી કરો છો, તો તેનો લાભ ફક્ત આપણા નબળા વણકર ભાઈ-બહેનોને જ મળે છે. તેથી, ખાદી ખરીદવી એ એક રીતે જાહેર સેવા તેમ જ દેશની સેવા પણ છે. હું તમને વિનંતી કરું છું કે તમે બધા મારા વહાલા ભાઈઓ અને બહેનો ગ્રામીણ વિસ્તારોમાં બનાવી રહેલ હેન્ડલૂમ પ્રોડક્ટ્સ ખરીદો અને તેને #MyHandloomMyPride સાથે શેર કરો.

    આઝાદીની ચળવળ અને ખાદીની વાત આવે ત્યારે પૂજ્ય બાપુનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જેમ બાપુના નેતૃત્વ હેઠળ ભારત છોડો આંદોલન શરૂ કરાયું હતું, તેવી જ રીતે આજે દરેક દેશવાસીએ ભારત જોડો આંદોલનનું નેતૃત્વ કરવાનું છે. આપણી ફરજ છે કે આપણે આપણું કાર્ય એવી રીતે કરવું કે તે વિવિધતા સાથે આપણા ભારતને જોડવામાં સહાયક બને. તો આવો, આપણે અમૃત મહોત્સવને આ અમૃત સંકલ્પ લઈએ કે દેશ જ આપણી સૌથી મોટી આસ્થા, સૌથી મોટી પ્રાથમિકતા બની રહેશે. નેશન ફર્સ્ટ, ઓલવેજ ફસ્ટના મંત્ર સાથે જ આપણે આગળ વધવાનું છે.

    થોડા દિવસો પહેલા MyGov દ્વારા મન કી બાતના પ્રેક્ષકોને લગતા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અધ્યયનમાં એવું જોવા મળ્યું હતું કે જેમણે મન કી બાત માટે સંદેશા અને સૂચનો મોકલ્યા હતા, તેમાં મુખ્ય લોકો કોણ છે. અધ્યયન પછી, એવું બહાર આવ્યું છે કે સંદેશા અને સૂચનો મોકલનારા લગભગ 75 ટકા લોકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે, એટલે કે ભારતની યુવા શક્તિના સૂચનો મન કી બાતને દિશા આપી રહ્યા છે.

    કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે 19 મી જુલાઈએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે પ્રસાર ભારતીએ અત્યાર સુધીમાં તેના ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્ક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મન કી બાત કાર્યક્રમના 78 એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના આંકડા અનુસાર, 2018 થી 2020 દરમિયાન રેડિયો પ્રોગ્રામના દર્શકોની કુલ સંખ્યા લગભગ 6 કરોડથી 14.35 કરોડ જેટલી થવાનો અંદાજ છે.


Download Our B K News Today App



Related News