રાજકોટ એઇમ્સ હોસ્પિટલ બાદ 1 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 118 કરોડના ‘લાઈટ હાઉસ’ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કરશે, દેશના 6 શહેરમાં જ આ પ્રોજેક્ટ બનશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 15:33:45
  • Views : 291
  • Modified Date : 2020-12-28 15:33:45

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં રૂ.118 કરોડના ખર્ચે લાઈટ હાઉસ પ્રોજેક્ટ નિર્માણ પામશે. આ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરે વડાપ્રધાન રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત કરશે. દેશના છ શહેરમાં જ આ પ્રોજેક્ટ નિર્માણ પામશે.કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી છે. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.

    ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં 6 જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવી છે. સમગ્ર કામગીરી મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનાર છે.રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.1.5 લાખની સહાય આપવામાં આવનાર છે.


     આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.4.૦૦ લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટસિટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂ. 118 કરોડના ખર્ચે EWS-II (40.00 ચો.મી.) પ્રકારના 1144 આવાસો (G+13)નું નિર્માણ કરવામાં આવનાર છે.



Download Our B K News Today App



Related News