PM મોદી 497 દિવસ બાદ વિદેશ પ્રવાસે, પ્રથમ વખત આનો કર્યો ઉપયોગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 16:45:22
  • Views : 296
  • Modified Date : 2021-03-26 16:45:22

    આજે પીએમ મોડી પ્રથમવાર વિશેષરૂપથી નિર્મિત નવા VVIP પ્લેનમાં સવાર થયા હતા. આ વિમાનને એર ઈન્ડિયા વનના નામે ઓળખવામાં આવે છે. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં બોઇંગ કંપનીએ ભારતને આ વિમાન સોંપ્યા હતા. બે વિમાન ખાસ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ માટે જ બનાવવામાં આવ્યા છે. આ વિમાનમાં VVIP સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આ વિમાનમાં મિસાઇલ સુરક્ષા પ્રણાલી છે. વિમાનમાં એવા ઉપકરણ લગાવવામાં આવ્યા છે જે મોટા મોટા હુમલાઓને નાકામ કરી શકે છે. વિમાન પર મિસાઇલ અટેકનો પણ કોઈ અસર નહીં થાય. આ વિમાનમાં ક્વૉર્ટર, લેબ, ડાઈનિંગ રૂમ, મોટી ઓફિસ અને કૉંફરેન્સ રૂમ છે. મેડિકલ ઈમરજન્સી માટે પણ આ વિમાનમાં ખાસ સુવિધાઓ છે. આ વિમાનને જ્યારે લાંબો સફર ખેડવાનો હોય ત્યારે ઈંધણ માટે પણ ક્યાંય ઊતરવાની જરૂર નથી. આ વિમાનમાં બધી જ સિક્યોરીટી ફીચર્સ અમેરિકાના રાષ્ટ્રપતિના વિમાન એરફોર્સ વન જેવી જ છે.

 

Download Our B K News Today App



Related News