વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- ભૂકંપ સમયે મને ઈશ્વરે કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો; PMએ ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 15:29:49
  • Views : 452
  • Modified Date : 2020-12-15 15:31:10


    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે આવી પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના અંજાર-ભચાઉ વચ્ચે બનનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો હતો. કચ્છીમાં ભાષણની શરૂઆત કરીને બાદમાં કચ્છ સાથેના પોતાના સંભારણા યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભૂકંપ સમયે મને ઈશ્વરે કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો હતો.નરેન્દ્ર મોદીએ આજે ધોરડો ખાતે ગુજરાતના સપૂત અને સ્વ. નાયબ વડાપ્રધાન સરદાર પટેલને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે ગુજરાત અને દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ પણ છે. કેવડિયામાં તેમની સૌથી ઊંચી પ્રતિમા આપણને દિવસરાત દેશ માટે કામ કરવાની પ્રેરણા આપે છે, સરદાર સાહેબનું સ્મરણ કરીને આપણે આ જ રીતે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવાનું છે

    નરેન્દ્ર મોદીએ આજે ધોરડો ખાતે ગુજરાતના સપૂત અને સ્વ. નાયબ વડાપ્રધાન સરદાર પટેલને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે ગુજરાત અને દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ પણ છે. કેવડિયામાં તેમની સૌથી ઊંચી પ્રતિમા આપણને દિવસરાત દેશ માટે કામ કરવાની પ્રેરણા આપે છે, સરદાર સાહેબનું સ્મરણ કરીને આપણે આ જ રીતે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવાનું છે.એક સમયે કહેવામાં આવતું કે કચ્છ એટલું દૂર છે કે વિકાસનું નામોનિશાન નથી, કનેક્ટિવિટી નથી. પડકારના એક પ્રકારમાંથી એ બીજાનું નામ હતું. પરંતુ આજે સ્થિતિ એવી નથી. લોકો લાગવગ કરે છે કેટલોક સમય કચ્છમાં કામ કરવા માટે.


    ભુજ એરફોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, એર કોમોડોર મલુક સિંઘ (વી.એસ.એમ.) ડી.જી.પી. આશિષ ભાટિયા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. ભુજ એરફોર્સ ખાતે આવીને ત્યાંથી હેલિકોપ્ટરમાં ધોરડો પહોંચ્યા હતા. ભુજ એરફોર્સથી ધોરડો હેલિપેડ ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાએ સ્વાગત કર્યું હતું. જ્યારે વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજી કાફલો ખડેપગે છે. મોદીના આગમનને પૂર્વે સભાસ્થળે ડોગ-સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું, જ્યારે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે લખપત નરા ખાતે વસતા શીખ ખેડૂતો વડાપ્રધાનને મળવા ધોરડો સભાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે ધોરડો જતાં માર્ગો પર પોલીસ દ્વારા આવતાં તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.



Download Our B K News Today App



Related News