વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પાલનપુર સિવીલ હોસ્પીટલમાં પી.એમ.કેર PSA ઓક્સિજન પ્લાન્ટનું રાષ્ટ્રયવ્યાપી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-08 12:14:49
  • Views : 303
  • Modified Date : 2021-10-08 12:14:49

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ધરતી પરથી દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર પી.એસ.. ઓક્શિજન પ્લાન્ટનું રાષ્ટ્રવ્યાપી -લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સિવીલ હોસ્પીટલ અને થરાદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે પ્રધાનમંત્રીશ્રીએ ઓક્શિજન પ્લાાન્ટનું -લોકાર્પણ કર્યુ હતું. પાલનપુર સિવીલ હોસ્પીટલમાં ઓક્શિજન પ્લાન્ટના -લોકાર્પણ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમાર સહભાગી થયા હતાં.

પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતાં મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમારે જણાવ્યું કે, આજે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રધાન સેવક તરીકે ૨૦ વર્ષ પુરા થયા છે. તા. ઓક્ટોબર-૨૦૦૧માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી ગુજરાતને વિકસીત રાજ્ય બનાવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં વડાપ્રધાનશ્રી નેરન્દ્રભાઇ મોદીના લોકડાઉન સહિતના સમયસરના નિર્ણયો અને ર્ડાક્ટરો, નર્સ તથા પેરામેડીકલ સ્ટાફ અને કોરોના વોરીયર્સની મહેનતથી લાખો લોકોની જિંદગી બચાવી શકાઇ છે. તેમણે જણાવ્યું કે, કોરોનાના કપરા કાળમાં તબીબી ક્ષેત્રના તમામ લોકોએ પોતાની જાન કે પરિવારની ચિંતા કર્યા સિવાય લોકોની સેવા કરી છે તેમને અભિનંદન પાઠવી તેમની સેવાઓને બિરદાવું છું. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નવા ભારતમાં દેશના વૈજ્ઞાનિકોએ કોરોના પ્રતિરોધક રસી શોધી લોકોને સુરક્ષા પુરી પાડી છે તથા બીજા દેશોને પણ આપણે રસી પહોંચાડી સેવાનું ખુબ મોટું કામ કર્યુ છે. મંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં આપણે સૌએ ઓક્શિજનની કમી અનુભવી છે ત્યારે સંભવિત થર્ડ વેવના આગોતરા આયોજનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં ૨૦ જેટલાં પી.એસ.. ઓક્શિજન પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાણવાયું-ઓક્શિજનની કમીના કાયમી નિવારણ માટે મંત્રીશ્રીએ લોકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News