PM મોદી સહિત દુનિયાના આ મોટા નેતાઓએ પણ લગાવી છે કોરોના વેક્સિન, આપી રહ્યા છે આ સંદેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 11:47:39
  • Views : 200
  • Modified Date : 2021-03-01 11:47:39

    જ્યારે દુનિયાભરમાં કોરોનાની વેક્સિન લોકો સુધી પહોંચવા લાગી છે ત્યારે અનેક દેશના નેતાઓ પણ વેક્સિન લગાવી પણ રહ્યા છે. આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીની AIIMSમાં કોરોનાની વેક્સિન લગાવી છે. આ નેતાઓએ વેક્સિન એટલા માટે મુકાવી, જેથી દેશના લોકોનો વેક્સિન પર વિશ્વાસ જીતી શકાય, સાથે જ દુનિયાભરના લોકોને વિશ્વાસ પાવી શકાય કે કોરોનાની વેક્સિન સુરક્ષિત છે.

    કોરોના વેક્સિનેશનનો બીજો ફેઝ આજથી સામાન્ય લોકો માટે શરૂ થાય એ પહેલાં જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી છે. તેમણે આજે સવારે અંદાજે 6.30 વાગે દિલ્હી AIIMSમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વડાપ્રધાને સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે. મોદીએ વેક્સિન લગાવતા સમયની હસતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમ, તેમણે વેક્સિન લઈને સામાન્ય લોકોના મનની શંકાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઈડને સોમવારે કોવિડ-19 વેક્સિનનો ચાર સપ્તાહ બાદ બીજો ડોઝ લીધો છે. બાઈડને ફાઇઝર અને બાયોએનટેક વેક્સિન લગાવડાવી છે. તેમણે પહેલો ડોઝ 21 ડિસેમ્બરે લીધો હતો.

    અમેરિકાના વાઇસ-પ્રેસિડેન્ટ ઇલેક્ટ કમલા હેરિસ (Kamala Harris)એ 29 ડિસેમ્બરે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે આ વેક્સિન લાઈવ ટીવી કાર્યક્ર્મમાં મુકાવી હતી.

    અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેન્સે 18 ડિસેમ્બરે લાઈવ ટીવી કાર્યક્રમ દરમિયાન કોરોનાવાયરસની વેક્સિનનો પહેલો ડોઝ લગાવ્યો હતો.બ્રિટનનાં ક્વીન એલિઝાબેથે બકિંગહમ પેલેસમાં ગયા 20 ફેબ્રુઆરીના રોજ વેક્સિન લગાવી હતી. તેમને વેક્સિન મહેલના રોયલ ડોક્ટરે લગાવી હતી. બ્રિટનના ક્વીન એલિઝાબેથ આજકાલ લિંડસર કૈસલમાં લોકડાઉન સમય પસાર કરી રહ્યાં છે.ચીની દવા કંપની સાઈનોવૈક બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિન સુરક્ષિત છે. એ દર્શાવવા માટે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આ વેક્સિનનો પહેલો ડોઝ 13 જાન્યુઆરીએ લીધો હતો. ચીનની કોરોના વેક્સિનની ક્ષમતા વિશે સમગ્ર દુનિયામાં સવાલો ઊભા થઈ રહ્યા છે. માનવામાં આવે છે કે કોરોના સામે લડવાની એની ક્ષમતા 50 ટકા જ છે.




Download Our B K News Today App



Related News