PM મોદીએ કહ્યું- સંસદના સેન્ટ્રલ હોલમાં આ સમારોહ યોજાવો ખૂબ જ વિશેષ, કારણ કે અહીં આપણી આઝાદીના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 11:32:38
  • Views : 239
  • Modified Date : 2021-01-12 11:32:38

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવને સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદની આ જન્મજયંતિનો દિવસ આપણા બધાને પ્રેરણા આપે છે. તે આ વખતે એટલા માટે વિશેષ બન્યું છે કારણ કે આ વખતે યુવા સંસદ,સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયો છે. આ સભાખંડમાં આપણી સ્વતંત્રતાના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીવીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવને સંબોધન કરી રહ્યા છે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ પસંદ પામેલા 84 ઉમેદવારોએ ભાગ લીધો છે. વડાપ્રધાનની સામે પ્રથમ ત્રણ વિજેતાઓબોલવાનો મોકો મળ્યો છે. પ્રથમ ત્રણ વિજેતાઓમાં ઉત્તરપ્રદેશના મુદિતા મિશ્રા, મહારાષ્ટ્રની અયતી મિશ્રા અને સિક્કિમના અવિનમને વડાપ્રધાન સમક્ષ બોલવાની તક મળી છે. આ સમયગાળા દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ 'નિશાંક' પણ ઉપસ્થિત છે.

Download Our B K News Today App



Related News