મોદીએ કહ્યું- આત્મનિર્ભર ભારત માટે વર્લ્ડ લેવલની પ્રોડક્ટ બનાવવી જરૂરી, ગ્લોબલ બેસ્ટને આપણે અહીં બનાવીએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 11:49:21
  • Views : 223
  • Modified Date : 2020-12-27 11:49:21

    ​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી (મન કી બાત) "કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે નવું વર્ષ ચાર દિવસ પછી શરૂ થવા જઈ રહ્યું છે. આગામી વર્ષે નવા વર્ષની મન ની બાત થશે.વર્ષ 2020નો આ મોદીનો છેલ્લો 'મન કી બાત' કાર્યક્રમ છે. મોદી આ કાર્યક્રમ દ્વારા 72મી વખત દેશને સંબોધન કરી રહ્યા છે.આજે 27 ડિસેમ્બર છે. 4 દિવસ પછી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આગામી મન કી બાત 2021માં થશે. મારી સામે તમારા લખેલા ઘણા બધા પત્રો આવ્યા છે. આપ પત્ર દ્વારા સૂચનો મોકલો છો. ઘણા લોકોએ ફોન પર વાત કરી. મોટાભાગની વાતોમાં પાછલા વર્ષોના અનુભવ અને નવા વર્ષનાં સંકલ્પો છે.

    મોદીએ મન કી બાતમાં સંબોધન કરતાં કહ્યું કે, મિત્રો, દેશ પર ઘણું સંકટ આવ્યું, વિશ્વમાં સપ્લાય ચેઇનમાં અવરોધો પણ આવ્યા, પરંતુ આપણે દરેક કટોકટીનો હિંમતથી સામનો કર્યો છે. દિલ્હીના અભિનવને બાળકોને ગિફ્ટ આપવી હતી તે દિલ્હીના ઝાંડેવાલાન માર્કેટમાં ગયા હતા. અભિનવ કહે છે કે ત્યાં દુકાનદારો ત્યાં બોલીને સામાન વેચતા હોય છે કે આ રમકડા ભારતમાં બનાવવામાં આવે છે. લોકોને ભારતમાં બનાવેલા રમકડા પણ પસંદ આવી રહ્યા છે. આ ફેરફાર એક વર્ષમાં થયો છે. અર્થશાસ્ત્રીઓ પણ આ સ્કેલને માપી શકતા નથી.વિશાખાપટ્ટનમના વેંકટ મુરલીપ્રસાદ જીએ મને એક અલગ વિચાર શેર કર્યો. તેઓ લખે છે- હું તમને 2021 માટે મારા ABC સાથે જોડું છું. ABCનો અર્થ શું છે તે મને સમજાયુ નહીં. પછી વેંકટ જીએ પત્ર સાથે એક ચાર્ટ પણ જોડ્યો. ABCનો અર્થ આત્મનિર્ભર ભારત ચાર્ટ ABC. જે ખૂબ જ રસપ્રદ છે.



Download Our B K News Today App



Related News