વડાપ્રધાને જામનગરના શાહી પરિવારએ ભેટમાં આપેલી પાઘડી પહેરી, ખાસ બાંધણીમાંથી બનાવાય છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-26 12:55:17
  • Views : 414
  • Modified Date : 2021-01-26 12:55:17

    72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી પાઘડી ચર્ચામાં છે. પીએમ મોદીએ આ વર્ષે યોજાયેલા ગણતંત્ર દિવસની પરેડમાં જામનગરની પાઘડી પહેરી હતી. લાલ બાંધણીની આ પાઘડી જામનગરના શાહી પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવી હતી.વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટના નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. તેમણે સેરેમોનિયલ બુક પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન તેમણે જામનગરની રોયલ ફેમિલી દ્વારા ગિફટમાં આપેલી પાઘડી પહેરી હતી.

    જામનગરની આ પાઘડી અંદાજે 9 મીટરની હોય છે અને તેને બાંધવાની ખાસ રીત હોય છે. આ પાઘડીમાં જોધપુરી સાફાની જેમ પાછળનો કપડું નતી હોતું. આ સંપૂર્ણપણે માથા પર બાંધવામાં આવે છે. ગળી અને ગૂંથ કરીને બાંધવામાં આવે છે. જામનગરમાં હાલાર તરીકે પણ જાણવામાં આવતું હોવાથી જામનગરની આ પાઘડીને હાલારી પાઘડી પણ કહેવામાં આવે છે.પીએમ મોદીએ જે પાઘડી પહેરી છે તે બાંધણીમાંથી બનાવવામાં આવી છે. પાઘડીમાં જે ખાસ રંગ છે તે માત્ર જામનગરના પાણીથી જ આવે છે. અન્ય શહેરમાં આ રંગ તોડો અલગ થઇ જાય છે. આ પાઘડીને અહીંના રોયલ ફેમિલી અને જાડેજા રાજપૂત પહેરે છે.



Download Our B K News Today App



Related News