PM મોદીના હસ્તે હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન, કહ્યું- ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે, સુરતથી સૌરાષ્ટ્ર માત્ર ચાર કલાકમાં પહોંચી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 12:42:04
  • Views : 502
  • Modified Date : 2020-11-08 12:42:04

              પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને દિવાળી ભેટ રૂપી હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે.મોદીએ જણાવ્યું હતું કે, એક પ્રોજેક્ટથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેમ વધે છે. અને સાથે સાથે ઈઝ ઓફ વિલિંગ પણ વઘે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જે ચાર પાંચ ભાઈ બહેનો સાથે વાત કરી તે જે રીતે અનુભવ શેર કરતા હતા. જે ફાયદાની વાત કરી એ પ્રકારે વેપારમાં જે સુવિધા વધશે, ઝડપ વધશે, ખુશીનો માહોલ છે. આ કનેક્ટિવિટીનો લાભ મળશે. દિવાળીના તહેવારની આ મોટી ભેટ છે.રો પેક્સથી સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વર્ષો જૂનુ સપનું પૂર્ણ થયું છે. હજીરામાં નવા ટર્મિનલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર 370 કિમી છે જે સમુદ્રમાં 90 કિમી હશે. આ અંતર 10થી 12 કલાક થતી હતી જે હવે માત્ર 4 કલાક થશે. આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થશે. એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક નવી સેવાનો લાભ લઈ શકશે. પેટ્રોલ ડિઝલની બચત થશે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ , શાકભાજી અન દૂધ પહોંચાડવામાં ઝડપ આવશે. સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે.ગુજરાતના સમુદ્ર વેપારને છેલ્લા બે દાયકામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે પોર્ટને વિકસિત પણ કરવામાં આવ્યા છે. પોર્ટની આસપાસ રહેતા લોકો માટે પણ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો વિકસી રહ્યા છે. દહેજ-ઘોઘા રો-રો ફેરીને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ભાવનગર ઘોઘા અને સુરતના હજીરા ખાતે જોડાયેલા વિવિધ વેપારીઓ સાથે મોદીએ સંવાદ કર્યો હતો. સંવાદમાં વેપારીઓએ રો-પેક્સ ફેરીથી થતા ફાયદાઓ અંગે જણાવ્યું હતું. જેમાં મોદીનો વેપારીઓએ રો-પેક્સ સેવાને લઈને આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, સુરતમાં હીરા અને સૌરાષ્ટ્રમાં હળ બંને તરફથી ફાયદો જ ફાયદો. આ સંવાદમાં ખેડૂત, શાકભાજી-ફળના વેપારી, ડાયમંડ વેપારી અને રત્નકલાકારો સાથે વાતચિત કરી હતી.

Download Our B K News Today App



Related News