મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઊંચી મૂર્તિનું PM મોદીનાં હાથે થયું અનાવરણ, દેશના ચારે ખૂણામાં કરશે રક્ષા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:37:19
  • Views : 512
  • Modified Date : 2022-04-16 11:37:19


હનુમાન જન્મોત્સવના અવસરે મોરબીમાં હનુમાનજીની મૂર્તિનું અનાવરણ

પ્રધાનમંત્રી મોદીના હસ્તે થયું અનાવરણ

હનુમાનજીની 108 ફૂટ ઉંચી છે મૂર્તિ

પ્રધાનમંત્રી મોદીના હસ્તે 108 ફૂટની મૂર્તિનું અનાવરણ


મોરબીના બેલા ગામ પાસે આવેલા તીર્થધામ પૂજ્ય કેશવાનંદજી બાપુની તપોભૂમિ એવા ખોખરા હનુમાનજી ધામ ખાતે કરોડોના ખર્ચે 108 ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ગત 11 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે આજે હનુમાન જન્મોત્સવ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

 

દેશની ચારે દિશાઓમાં હનુમાનજી 
આ મૂર્તિ ભગવાન હનુમાનથી જોડાયેલા ચારધામ યોજના હેઠળ દેશભરમાં ચાર દિશાઓમાં સ્થાપિત કરાનારી ચાર મૂર્તિઓમાંથી બીજી મૂર્તિ છે.
પશ્ચિમ દિશાની આ મૂર્તિ મોરબીમાં બાપૂ કેશવાનંદના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. પહેલી મૂર્તિ ઉત્તર દિશામાં શિમલામાં 2010માં સ્થાપિત કરવામાં આવી છે. ત્યારે, દક્ષિણ દિશામાં રામેશ્વરમાં એવી જ મૂર્તિ સ્થાપિત કરવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે.

હનુમાનજીની મૂર્તિની શું છે વિશેષતા ?
હનુમાનજીની મૂર્તિની કુલ ઉંચાઈ 130 ફૂટ છે, જેમાં પગથી મસ્તક સુધીની ઉંચાઇ 108 ફૂટ છે. આ મૂર્તિના પાયામાં 7 લાખ જેટલી રામનામ લખેલી ચિઠ્ઠીઓ મૂકવામાં આવી છે. આ મૂર્તિના નિર્માણ માટે 3 વર્ષનો સમય લાગ્યો છે. ત્યારે હવે 3 વર્ષ બાદ આવતીકાલે 16મીએ હનુમાન જન્મોત્સવના પાવન અવસરે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.
 

Download Our B K News Today App



Related News