વડોદરામાં 5.5 કિમી સુધી રોડ-શૉ કરશે PM મોદી, 100-100 મીટરે સ્ટેજ ઊભા કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-08 13:04:13
  • Views : 198
  • Modified Date : 2022-06-08 13:04:13

વડોદરામાં 5.5 કિમી સુધી રોડ-શૉ કરશે PM મોદી, 100-100 મીટરે સ્ટેજ ઊભા કરાશે 

પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો વડોદરામાં પ્રથમ રોડ શો 18 જૂને યોજાનાર છે. જેને લઈ પક્ષના કાર્યકર્તાઓથી લઈ વડોદરાવાસીઓ તેમણે આવકારવાની તૈયારીમાં લાગ્યા છે. જે અંતર્ગત રોડ શોના રૂટમાં આવતી 2 હજાર બિલ્ડિંગ્સમાં સર્વે કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીના આ કાર્યક્રમમાં સામેલ થવા માટે મધ્યગુજરાતના લોકો વડોદરા આવશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 18 જૂને વડોદરાના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી વડોદરામાં 5.5 કિલોમીટરનો રોડ શો કરશે. જેથી તંત્રએ રોડ શોને લઇ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, PM મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત વડોદરામાં રોડ શો કરી રહ્યા છે. જેને લઈ 100 મીટરના અંતરે સ્ટેજ અને ફ્લોટ ઊભા કરવામાં આવશે. 

રોડ શો બાદ પ્રધાનમંત્રી સભાને કરશે સંબોધન 

પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્રમોદી પ્રથમ વાર વડોદરામાં રોડ શો કરશે. તેમને સાંભળવા માટે દૂર-દૂરથી લોકો વડોદરા આવશે. પ્રધાનમંત્રી મોદી રોડ શો યોજ્યા બાદ સભાને પણ સંબોધન કરવાના છે.

 

Download Our B K News Today App



Related News