PM મોદીએ કહ્યું- દુનિયા ફક્ત ભારતની વેક્સિનની જ રાહ નથી જોઈ રહ્યું, આપણા વેક્સિનેશન કાર્યક્રમ પર પણ તેમની નજર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 12:52:40
  • Views : 270
  • Modified Date : 2021-01-09 12:52:40

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો પ્રારંભ કર્યો હતો. મોદીએ સંબોધન કરતાં કોરોનાના સમયનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું- ભારતીયોએ કોરોના જેવા મુશ્કેલ સમયમાં જે સેવાભાવ બતાવ્યો એના પર ગર્વ છે. આજે ટીથી લઈને ટેક્સટાઈલ્સ અને ઉપચાર સુધીની દુનિયામાં ભારતના પ્રયાસોની ગૂંજ છે.

    દુનિયાભરના મિત્રોએ ભારતની જાણે સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સૂચવે છે કે ભારત સાથેનો સંબંધ વધી રહ્યો છે. સ્પર્ધામાં ભાગ લેનારાઓને હું અપીલ કરું છું કે આવતી વખતે વધુ લોકોને જોડો. ભારતમાં ભણતા લોકોએ પણ એમાં જોડાવું જોઈએ. ભારતને જાણવા માટે ટેક્નોલોજી ડ્રિવન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિદેશમાં સ્થાયી ભારતના લોકોએ જે રીતે ફરજ બજાવી એ પ્રશંસાને પાત્ર છે. સુરીનામના રાષ્ટ્રપતિ સંતોખી જી આ સેવાભાવનું ઉદાહરણ છે.મોદીએ કહ્યું, 'સુરીનામના રાષ્ટ્રપતિએ જેવો ભારત પ્રત્યેનો સ્નેહભાવ બતાવ્યો છે એ પ્રેરણા આપે છે. આપણને ભારતમાં તેમની સેવા કરવાનો અવસર મળશે એવી આશા કરું છું. પ્રવાસી ભારતીયોએ વીતેલા સમયમાં ઓળખ મજબૂત કરી છે. ભૂતકાળમાં ઘણાં રાજ્યોના વડા સાથે વાત કરી હતી. મુશ્કેલ સમયમાં તેમણે કેવો સેવાભાવ બનાવી રાખ્યો એનાથી ગર્વ થાય છે. તમારા સંસ્કાર દરેક ખૂણામાં પ્રકાશ પાડી રહ્યા છે. તમે જ્યાં રહો છો અને ભારતમાં પણ કોરોના સાથેની લડતમાં ટેકો આપ્યો છે એ ભારતનું આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યું છે. સંત તિરુવલ્લુવારે તમિળમાં કહ્યું હતું કે વિશ્વની શ્રેષ્ઠ ભૂમિ એ છે જે વિરોધીઓ સામે દુષ્ટતા ન કરે અને બધાના સારા માટે કામ કરે છે. પછી ભલે એ શાંતિનો સમય હોય કે સંકટ, ભારતીયોએ આ બધાનો અડગ રહીને મુકાબલો કર્યો છે. ”

    કોરોનાના સમયનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ભારત આજે ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. રૂપિયા આજે સીધા લાભાર્થીના ખાતામાં પહોંચી રહ્યા છે. ટેકનોલોજીથી ગરીબના સશક્તીકરણની ચર્ચા વિશ્વભરમાં થાય છે. અગાઉ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ભારત અલગ-અલગ થવાને કારણે સ્વતંત્ર થઈ શકશે નહીં, પરંતુ આ ખોટું સાબિત થયું. આઝાદી પછી કહેવાતું હતું કે અહીં લોકશાહી થઈ શકે નહીં, આ પણ ખોટું સાબિત થયું. "

    મેક ઇન ઈન્ડિયા કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે“કરોડો ભારતીયોની મહેનતથી ભારતમાં જે ઉત્પાદનો બનાવવામાં આવશે, જે ઉકેલો ભારતમાં તૈયાર કરવામાં આવશે એનાથી સમગ્ર વિશ્વને લાભ થશે. Y2Kના સમયે ભારતે દુનિયાને કેવી રીતે મુક્ત કરી હતી. જો દુનિયા આજે ભારત પર વિશ્વાસ રાખે છે, એમાં પ્રવાસી ભારતીયોનું પણ મોટું યોગદાન છે. "

    આ વખતે સંમેલનનો વિષય આત્મનિર્ભર ભારત માટે યોગદાન રાખવામાં આવ્યો છે. એમાં બે સત્રો હશે. પ્રથમ સત્રમાં વિદેશ અને નાણામંત્રીઓ વાત કરશે. બીજા સત્ર દરમિયાન આરોગ્યમંત્રી અને વિદેશ રાજ્યમંત્રી કોરોના દરમિયાન ઉદ્ભવતા પડકારો પર વાત કરશે, જેમાં આરોગ્ય, અર્થતંત્ર, સામાજિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોના મુદ્દા આવરી લેવામાં આવશે. આ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભાષણ થશે.

    આ દરમિયાન 2020-21 માટેના પ્રવાસી ભારતીય સન્માન અવૉર્ડનાં નામોની પણ જાહેરાત કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News