PM મોદીએ કહ્યું- જે રાજ્યોમાં ડબલ એન્જિનની સરકાર નહીં, ત્યાં ગરીબોની યોજનાઓને લાગુ જ નથી કરાઇ રહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 16:04:48
  • Views : 227
  • Modified Date : 2021-03-09 16:04:48

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બનેલા મૈત્રી પુલનું ઉદ્દઘાટન વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. આ દરમિયાન તેમણે ઇશારા-ઇશારામાં બંગાળની મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યાં ડબલ એન્જિનની સરકાર નથી, ત્યાની પરિસ્થિતી સૌ જાણે છે. તમારા પાડોશમાં જ, ગરીબો, ખેડૂતો, દીકરીઓને સશક્ત કરનારી યોજનાઓ ન તો લાગુ કરાઇ અથવા ખૂબ જ ધીમી ગતિથી ચાલી રહી છે, ડબલ એન્જિન સરકારની સૌથી મોટી અસર ગરીબોને પાકા ઘર આપવામાં દેખાઈ રહી છે.

    મોદીએ કહ્યું કે આજે ત્રિપુરા પહેલાની સરકારના 30 વર્ષ અને ડબલ એન્જિનની 3 વર્ષની સરકારમાં આવેલ બદલાવનો સ્પષ્ટ અનુભવ કરી રહ્યું છે. જ્યાં કમિશન અને ભ્રષ્ટાચાર વિના કામ થવા મુશ્કેલ હતા, જ્યાં આજે સરકારી લાભ લોકોના બેન્ક ખાતામાં સીધા જ પહોંચી રહ્યા છે.2017 પહેલાં, ત્રિપુરામાં 5.80 લાખ ઘરોમાં ગેસ કનેક્શન હતા, આજે રાજ્યમાં 8.50 લાખ ઘરોમાં ગેસ કનેક્શન છે, ડબલ એન્જિનની સરકાર બનવા પહેલા, ત્રિપુરામાં ફક્ત 50% ગામો ખુલ્લામાં શૌચથી મુક્ત હતા,આજે ત્રિપુરામાં લગભગ દરેકે-દરેક ગામ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત છે.

    વર્ચ્યુઅલ મધ્યમથી જાહેરસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવહ્યું હતું કે જે ત્રિપુરાને હડતાળ કલ્ચરે વર્ષો પાછળ ધકેલી દીધું હતું, આજે તે ઈઝ ઓફ દુઇનહ બિઝનેસ માટે કામ કરી રહ્યું છે. જ્યાં એક સમયે ઉદ્યોગોને તાળાં મારવાની પરિસ્થિતિ આવી હતી, ત્યાં હવે નવા ઉદ્યોગો, નવા રોકાણ માટે જગ્યા બની રહી છે.

    તેમણે કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં ત્રિપુરાને કેન્દ્ર સરકાર દ્વારા મળતી રકમમાં ખૂબ જ વધારો થયો છે. 2009થી 2014ની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપુરાને કેન્દ્રિય વિકાર પ્રોજેકટ માટે 3500 કરોડ રૂપિયાની મદદ મળી હતી, જ્યારે વર્ષ 2014થી 19 વચ્ચે 12 હજાર કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.વર્ચ્યુઅલ મધ્યમથી જાહેરસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવહ્યું હતું કે જે ત્રિપુરાને હડતાળ કલ્ચરે વર્ષો પાછળ ધકેલી દીધું હતું, આજે તે ઈઝ ઓફ દુઇનહ બિઝનેસ માટે કામ કરી રહ્યું છે. જ્યાં એક સમયે ઉદ્યોગોને તાળાં મારવાની પરિસ્થિતિ આવી હતી, ત્યાં હવે નવા ઉદ્યોગો, નવા રોકાણ માટે જગ્યા બની રહી છે.

    તેમણે કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં ત્રિપુરાને કેન્દ્ર સરકાર દ્વારા મળતી રકમમાં ખૂબ જ વધારો થયો છે. 2009થી 2014ની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપુરાને કેન્દ્રિય વિકાર પ્રોજેકટ માટે 3500 કરોડ રૂપિયાની મદદ મળી હતી, જ્યારે વર્ષ 2014થી 19 વચ્ચે 12 હજાર કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

    પોતાના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન હું અને વડાપ્રધાન શેખ હસીનાજીએ મળીને ત્રિપુરાને બાંગ્લાદેશ સાથે સીધા જોડનારા પુલનો શિલાન્યાસ કર્યો હતો અને આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે મૈત્રી પુલ સિવાયની સુવિધાઓ જ્યારે બનાવવામાં આવશે, ત્યારે આપણે નોર્થ ઇસ્ટને કોઈપણ પ્રકારના સપ્લાય માટે રોડ-રસ્તા પર નિર્ભર રહેવું પડશે નહીં. હવે જળમાર્ગ દ્વારા એક વૈકલ્પિક રસ્તો કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    ત્રિપુરાના બ્રુ શરણાર્થીઓની મુશ્કેલીઓને દૂર કરવા મારે દાયકાઓ બાદ પણ સમાધાન અમારી સરકારના પ્રયાસોથી મળ્યું. હજારો બ્રુ સાથીઓના વિકાસ માટે આપવામાં આવેલ 600 કરોડ રૂપિયાના વિશેષ પેકેજથી તેમના જીવનમાં ખૂબ જ સકારાત્મક પરીવર્તન આવશે.ફેની પુલના કારણે અગરતલા ઇન્ટરનેશનલ સી પોર્ટથી ભારતનું સૌથી અજીકનું શહેર બની જશે. NH-08 અને NH-208 ના વિસ્તારથી જોડાયેલા જે પ્રોજેકટનું આજે લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે, તેના કારણે નોર્થ ઈસ્ટની પોર્ટ સાથેની કનેક્ટિવિટી વધુ મજબૂત થશે.

    આ પુલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફેની નદી પર બનાવામાં આવ્યો છે. આ પુલ બનવાથી ત્રિપુરાના દક્ષિણ ભાગોથી બાંગ્લાદેશના ચટગાંમ સુધી પહોંચવાનું સરળ થશે. તેમણે ત્રિપુરામાં ઇન્ફ્રા સ્ટ્રકચર સાથે જોડાયેલા અનેક પ્રોજેકટનું ઉદ્દઘાટન કર્યું હતું.
    
      ફેની નદી પર ત્રિપુરા અને ભારતીય સરહદ વચ્ચે વહે છે. આ પુલ નેશનલ હાઇ-વે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે 133 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યો છે. આ ફૂલની લંબાઈ 1.9 કિલોમીટર છે. આ ભારતમાં દક્ષિણ ત્રિપુરાણો વિસ્તાર સબરૂમને બાંગ્લાદેશના રામગઢ સાથે જોડે છે.PM મોદીએ આ કાર્યક્રમ દરમિયાન સબરૂમમાં ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ તૈયાર કરવા માટેનો પાયો નાખ્યો છે. તેનાથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે માલ પરિવહન અને મુસાફરોની અવર-જવર સરળ બનશે. આ પુલ બની જવાથી પૂર્વોત્તર રાજયોની પ્રોડક્ટસને નવું બજાર મળશે. આ ઉપરાંત તેમણે અગરતલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત બનેલ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્દઘાટન પણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News