વિપક્ષને પીએમ મોદીનોનો પડકાર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2024-09-16 17:58:19
- Views : 158
- Modified Date : 2024-09-16 17:58:19
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર પીએમ બન્યા બાદ આજે પ્રથમવાર ગુજરાત
આવ્યા છે, આ દરમિયાન તેમણે GMDC ગ્રાઉન્ડ ખાતેથી 8000 કરોડના વિકાસકામોના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ
તેમજ ઈ-ખાતમૂહુર્ત કર્યુ. પીએમ મોદીએ વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન
તેમણે તાજેતરમાં ગુજરાતમાં આવેલા પૂરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યુ આ વર્ષે
ગુજરાતના અનેક વિસ્તારોમાં એકસાથે અતિવૃષ્ટિ થઈ છે. પહેલીવાર ગુજરાતમાં આટલા
વ્યાપક સ્તરે આટલા ઓછા સમયમાં આટલો તેજ વરસાદ જોવા મળ્યો.એકાદ સ્થળોએ નહીં પરંતુ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ છે. તેના કારણે અનેક પરિવારોએ તેમના સ્વજનો
ગુમાવ્યા છે. જાનમાલની પણ હાનિ થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રભાવિતોને
મદદ કરવામાં લાગેલી છે.પ્રધાનમંત્રીએ ઉમેર્યુ કે ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા બાદ
પ્રથમવાર ગુજરાત આવ્યો છુ. આપ સહુની વચ્ચે આવ્યો છુ. ગુજરાત મારી જન્મભૂમિ છે.
ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મને પ્રેમથી ભરી દીધો છે.
દીકરો જ્યારે પોતાના ઘરે આવે છે અને પોતાનાઓના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી
ઊર્જા મળે છે. તેનાથી ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ
આપવા પધાર્યા તે મારુ સૌભાગ્ય છે. તેમણે કહ્યુ મને ગુજરાતના તમામ લોકોની અપેક્ષાની
પણ ખબર છે. વારંવાર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી મેસેજ પણ આવતા હતા. ત્રીજીવાર
શપથ લીધા બાદ હું જલદી તમારી વચ્ચે આવીશ.વડાપ્રધાને કહ્યુ 60 વર્ષ બાદ દેશની જનતાએ એક ઈતિહાસ રચ્યો છે. એક જ સરકારને લગાતાર ત્રીજીવાર
દેશની સેવા કરવાનો અવસર પ્રદાન થયો છે. આ ભારતના લોકતંત્રની મોટી ઘટના છે. લોકસભા
ચૂંટણી પહેલા આપ સહુને મે એક ગેરંટી આપી હતી.. મે કહ્યુ હતુ કે ત્રીજી ટર્મના 100 દિવસમાં દેશ માટે અનેક અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે. છેલ્લા 100 દિવસમાં મે દિવસ રાત જોયા વિના 100 દિવસના એજન્ડાને પુરા કરવામાં પૂરી તાકાત લગાવી
દીધી. દેશમાં હોય કે વિદેશમાં જે પણ પ્રયાસ કરવા પડે તે કર્યા. કોઈ કસર બાકી રહેવા
દીધી નથી.પીએમએ વિપક્ષ પર નિશાન તાક્યુ કે છેલ્લા 100 દિવસમાં તમે જોયુ હશે કે જાણે
કેવી કેવી વાતો થવા લાગી, મારી
મજાક ઉડાવવા લાગ્યા, મોદીની
મશ્કરી કરવા લાગ્યા અને તર્કવિતર્ક કરવા લાગ્યા. લોકો મજા લેતા હતા. લોકોને પણ
આશ્ચ્ર્ય હતુ કે મોદી કેમ ચૂપ છે. પરંતુ ગુજરાતના ભાઈઓ બહેનો સરદાર પટેલની ભૂમિ પર
પેદા થયેલો દીકરો છે. દરેક મજાક, દરેક
અપમાનને સહન કરતા એક પ્રણ લેતા 100 દિવસ
તમારા કલ્યાણ, દેશ હિત
માટે નીતિ બનાવવા અને નિર્ણય લેવામાં લગાવ્યા છે. અને નક્કી કર્યુ હતુ કે જેને
જેટલી મજાક ઉડાવવી હોય ઉડાવી લે. પણ મે નક્કી કર્યુ હતુ કે હું એકપણ જવાબ નહીં
આપુ.દેશના કલ્યાણના રસ્તે ચાલવામાં ગમેતેટલી મજાક મશ્કરી થતી રહે હું ડગીશ નહીં. 100 દિવસના નિર્ણયોમાં દેશના દરેક
નાગરિક, દરેક
પરિવારના કલ્યાણની ગેરંટી પાક્કી થઈ ગઈ. ચૂંટણી દરમિયાન 3 કરોડ નવા ઘર બનાવવાની ગેરંટી
આપી હતી. તેના પર કામ ચાલી રહ્યુ છે. ગામ હોય કે શહેર અમે દરેકને સારી જિંદગી
જીવવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં લાગેલા છે. શહેરી મિડલ ક્લાસને આર્થિક મદદ
દેવાનું હોય, શ્રમિકોને
યોગ્ય કિમતે સારુ ઘર આપવાનુ અભિયાન હોય, કે
ફેક્ટરીમાં કામ કરતા કામદારો માટે વિશેષ આવાસ યોજના, વર્કિંગ વિમેન માટે હોસ્ટેલ
બનાવવાની હોય અમારી સરકાર તમામ મોરચે કામ કરી રહી છે.પીએમએ કહ્યુ દેશમાં 70 વર્ષથી ઉપરના જેટલા પણ વૃદ્ધો
છે તેમને 5 લાખની
મફત સારવાર મળશે. હવે મિડલ ક્લાસના દીકરા-દીકરીઓએ માતાપિતાની સારવારની ચિંતા નહીં
કરવી પડે. આ 100 દિવસમાં
યુવાનોની નોકરી, રોજગાર, સ્વરોજગાર માટે મોટા નિર્ણયો
લેવાયા. યુવાનો માટે 2 લાખ
કરોડ રૂપિયાના વિશેષ પીએમ પેકેજની જાહેરાત કરાઈ. જેનો ફાયદો 4 કરોડથી વધુ યુવાનોને થશે. હવે
કંપનીમાં પ્રથમ નોકરીની પ્રથમ સેલરી પણ સરકાર આપશે.પીએમએ ઉમેર્યુ કે સરકારની
મુદ્રા લોન યોજના સ્વરોજગારના ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી છે. તેની સફળતાને જોતા
લોનની કિમત 10 લાખથી
વધારી 20 લાખ કરી
દેવાઈ છે. મે માતાઓ બહેનોને ગેરંટી આપી હતી. 3 કરોડ લખપતિ દીદીની, ગત વર્ષોમં 1 કરોડ લખપતિ દીદી બની છે.
ત્રીજી ટર્મમાં પ્રથમ 100 દિવસોમાં
જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 11 લાખ નવી
લખપતિ દીદી બની છે.તેલિબિયા ઉગાડનારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. દેશના
ખેડૂતો તેલિબિયાના ખેડૂતોના ફાયદા માટે વિદેશી તેલની આયાત પર મૂલ્ય વધારવામાં આવ્યા.
સોયાબિનના ખેડૂતોને ફાયદો થશે. બાસમતી ચોખા અને ડુંગળીની નિકાસને છૂટ આપી દેવાઈ
છે. તેનાથી વિદેશોમાં પણ ભારતના ચોખા અને પ્યાજની માગ વધી છે. તેનાથી પણ દેશના
કરોડો ખેડૂતોને ફાયદો થશે. પીએમ મોદીએ જણાવ્યુ કે 100 દિવસમાં રેલ, રોડ, પોર્ટ, ઍરપોર્ટ અને મેટ્રોથી જોડાયેલા
ડઝનો પ્રોજેક્ટને સ્વીકૃતિ દેવામાં આવી છે. અમદાવાદ મેટ્રોના વિસ્તારથી અનેક લોકો
ખુશ છે. ગુજરાત માટે આજનો દિવસ ખાસ છે. આજે અમદાવાદ અને ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ
રેલ શરૂ થઈ છે. નમો ભારત રેપિડ રેલ અપડાઉન કરનારા પ્રવાસીઓને સુવિધા મળશે. આવનારા
સમયમાં દેશના અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલથી જોડવામાં આવશે. આ દરમિયાન દેશમાં 15 થી વધુ નવી રૂટ પર નવી વંદે
ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે. 15 સપ્તાહમાં
15 નવી
વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ. આજે પણ રાજકોટ સિકન્દરાબાદ, કોલ્હાપુર પૂણે સહિતની વંદે
ભારત ટ્રેનને હરી ઝંડી અપાઈ છે.વડાપ્રધાને જણાવ્યુ “ગુજરાતના લોકો સમયનું મૂલ્ય સમજે છે. આ સમય ભારતનો અમૃતકાળ છે. આવનારા 25 વર્ષમાં આપણે દેશને વિકસીત
બનાવવાનો છે. તેમા ગુજરાતની મોટી ભૂમિકા છે. ગુજરાત આજે મેન્યુફેક્ચરિંગનું1 સૌથી મોટુ હબ છે. ગુજરાત દેશના
વેલકનેક્ટેડ રાજ્યોમાંથી એક છે. વિદેશી યુનિવર્સિટી પણ ગુજરાતમાં તેમના કેમ્પસ શરૂ
કરી રહી છે. કલ્ચરથી એગ્રીકલ્ચર સુધી ગુજરાતની દૂનિયામાં ધૂમ મચેલી છે.પીએમએ ફરી
વિપક્ષને આડેહાથ લેતા કહ્યુ કે દેશમાં નકારાત્મક્તાથી ભરેલા કેટલાક લોકો દેશની
એક્તા પર પ્રહાર કરી રહ્યા છે. સરદાર પટેલે 562 રજવાડાને
ભેગા કરી દેશનું એકીકરણ કર્યુ પરંતુ સત્તાભૂખ્યા કેટલાક લોકો હવે જમ્મુકાશ્મીરમાં
આર્ટીકલ 370ને પરત
લાવવા માગે છે. બે બંધારણનો નિયમ ફરી લાગુ કરવા માગે છે. નફરતથી ભરેલા આ લોકો
ભારતને બદનામ કરવાનો એક પણ મોકો છોડતા નથી. આ લોકો ગુજરાતને પણ લગાતાર નિશાના પર
લઈ રહ્યા છે. ગુજરાતે આવા લોકોથી સતર્ક રહેવાનુ છે. આપણા સહુન પ્રયાસોથી આપણા દરેક
સંકલ્પ સિદ્ધ થશે. હું ગુજરાતથી નવી ઊર્જા, નવી
ચેતના લઈને આગળ વધીશ. તમારા સપના, પૂરા
કરવા મારી પળેપળ ખપાવી દઈશ.
Related News
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 59
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 77
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 53
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 44
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 50
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 43
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 45
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 39
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 37
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 35
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 33
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 58
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 40
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 38
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 43
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 50
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 39
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 39
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 39
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 41
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 35
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 44
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 43
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 45
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 42
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 28
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 37
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 39
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 45
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 39
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 34
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 35
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 30
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 43
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 65
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 39
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 44
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 54
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 37
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 47
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 35
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 26
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 34
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 34
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 34
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 40
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 28
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 52
અમદાવાદના સાણંદ ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 40 મહિલા અને 40 પુરુષની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:50 pm
- 39
વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 3:15 pm
- 37



