PM મોદી સુરતમાં, નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ

  • Published By :
  • Published Date : 2022-09-29 13:42:13
  • Views : 183
  • Modified Date : 2022-09-29 13:42:13

વડાપ્રધાન મોદી સંબોધન કરવા ઊભા થતાં જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ મોદીએ સુરતવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી હતી. નવરાત્રિના ઉપવાસમાં સુરત આવવાનું થાય એ થોડું કઠિન છે. સુરત આવો અને સુરતનું જમણ વિના જાઉં એ કઠિન છે. સુરતની ધરતી પર મોટા પાયે થયેલા પ્રકલ્પોના લોકાર્પણનો હિસ્સો બનીશ. પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સુરત શહેર લોકોની એકતા અને જનભાગીદારી બંનેનું ઉદાહરણ છે. ભારતના દરેક વિસ્તારના લોકો સુરતમાં રહે છે. એક પ્રકારે મિની ભારત છે. શ્રમનું સન્માન કરનારું શહેર છે. વિકાસની દોડમાં જે પાછળ રહી જાય છે તેને હાથ પકડી આગળ લઈ જાય છે. છેલ્લાં 20 વર્ષમાં સુરતે અન્ય શહેરની સામે વધુ પ્રગતિ કરી છે. સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સ્થાન મળ્યું છે. તેમણે સુરતનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે દેશમાં ત્રણ P પર કામ ચાલી રહ્યું છે. જ્યારે સુરત ચાર 'P'નું ઉદાહરણ બન્યું છે. પીપલ, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપનું ઉદાહરણ બન્યું છે. દુનિયાના વિકસતાં સિટીમાં સુરતને સ્થાન મળ્યું છે. ઇલેક્ટ્રાક ગાડીના વપરાશ માટે પણ સુરત ઓળખીતું થશે. ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ઈલેક્ટ્રીક વ્હિકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. સુરતને હું અભિનંદન પાઠવું છું. 25 ચાર્જિંગ સ્ટેશનોનું લોકાર્પણ થયું છે. આગામી દિવસોમાં 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે આ ખૂબ મોટી વાત છે. છેલ્લા બે દાયકામાં સુરત જે વિકાસના પથ ઉપર આગળ વધી રહ્યો છે તે આગળના વર્ષોમાં વધુ ઝડપથી ચાલશે. ડબલ એન્જિનની સરકાર આ વિકાસને કારણે લોકોનો વિશ્વાસ વધે છે. આને કારણે બધાનો જ પ્રયાસ વિકાસ માટે થતો હોય છે. આવા વિકાસ માટે સુરત તેઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. સુરતે ઉદાહરણ રૂપ પ્રગતિ કરી છે ભારતમાં સુરત જેવા અનેક શહેરો છે પરંતુ સુરત એ બધાને પાછળ પાડી દીધા છે અને આ શક્તિ ગુજરાતમાં છે. આ ગુજરાતની શક્તિને આંચ ન આવે. ગુજરાતની વિકાસયાત્રાને કોઈ ઉણપ ન રહે એના માટે કોટી કોટી ગુજરાતીઓ સંકલ્પબદ્ધ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે સુરતમાં નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વડાપ્રધાન મોદીના હસ્તે શહેરમાં 3472.54 કરોડનાં 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, નવરાત્રિના ઉપવાસમાં સુરત આવો અને સુરતનાં જમણ વિના જાઉં એ કઠિન છે. સુરતે ચાર 'P'નું ઉદાહરણ પુરૂ પાડ્યું છે અને ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે.

Download Our B K News Today App



Related News