ગુલામ નબી આઝાદની રાજ્યસભાથી વિદાયથી મોદી ભાવુક થયા, રડ્યા-આંસુ લૂછ્યાં, પાણી પીધું અને ફરી બોલ્યા- તેઓ પરિવારની જેમ ચિંતા કરે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-09 11:59:11
  • Views : 281
  • Modified Date : 2021-02-09 11:59:11

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એકવાર રાજ્યસભાને સંબોધિત કરી છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સહિત ચાર સાંસદોને આજે ગૃહમાંથી વિદાય આપવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબીનાં ખૂબ વખાણ કર્યાં હતાં.

    પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુલામ નબી આઝાદ પક્ષની સાથે સાથે દેશનો પણ વિચાર કરે છે. તેમની જગ્યા ભરવી કોઈપણ પણ મુશ્કેલ છે. જ્યારે હું ચૂંટણીના રાજકારણમાં નહોતો આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું લોબીમાં વાતો કરતા હતા.પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે જ્યારે અમને વાતો કરતાં પત્રકારોએ જોયા ત્યારે ગુલામ નબી આઝાદે પત્રકારોને જવાબ આવ્યો કે તમે ભલે નેતાઓને ટીવી પર લડતા જોતા હોવ, પરંતુ અહીં પરિવાર જેવો માહોલ હોય છે.મોદીએ કહ્યું, ગુજરાતના યાત્રીઓ પર જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે સૌથી પહેલા મને ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો હતો. એ ફોન ખાલી માહિતી આપવા માટેનો નહોતો, ફોન પર ગુલામ નબી આઝાદનાં આંસુ રોકાતાં ન હતાં.

    તેમણે જણાવ્યું હતું, એ સમયે પ્રણવ મુખર્જી રક્ષામંત્રી હતા, તો તેમને સેનાના પ્લેનની વ્યવસ્થા કરી આપવાની માગણી કરી હતી. એ દરમિયાન જ એરપોર્ટથી જ ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો. જે રીતે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરવામાં આવે છે એ જ રીતે આઝાદજીએ તેમની ચિંતા કરી હતી.મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું, સત્તા તો જીવનમાં આવતી રહે છે, પરંતુ એને કેવી રીતે પચાવવી એ ગુલામ નબી આઝાદ પાસેથી શીખવાની જરૂર છે. એક મિત્ર તરીકે હું આઝાદજીનો ઘણો આદર કરું છું.તેમણે વધુમાં કહ્યું હતું, ગુલામ નબી આઝાદ તેમના પક્ષની સાથે સાથે દેશનો પણ વિચાર કરે છે. તેમની જગ્યા ભરવી કોઈના માટે સરળ નથી.

Download Our B K News Today App



Related News