PM મોદી બન્યા દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ, પુતિન-ટ્રંપને રાખ્યા પાછળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 19:11:06
  • Views : 412
  • Modified Date : 2019-07-11 19:11:06

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટા ખુશીના સમાચાર આવ્યા છે. PM મોદીની બ્રિટિશ હેરાલ્ડના એક પોલમાં વાંચકોએ 2019ના દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે પસંદગી કરી છે.આ પોલમાં PM મોદીએ દુનિયાના બીજા શક્તિશાળી નેતાઓ જેવા કે, વ્લાદિમિર પુતિન, ડોનાલ્ડ ટ્રંપ અને શી જિનપિંગને પાછળ રાખી દીધા.નોમિનેશન લિસ્ટમાં દુનિયાના 25 થી વધારે સેલિબ્રિટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને જજ કરનાર પેનલ એક્સપર્ટે સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે 4 ઉમ્મેદવારના નામને પસંદ કર્યા હતા. પસંદગી પ્રક્રિયાનું મૂલ્યાંકન આ તમામ ડેટાના વિસ્તૃત અભ્યાસ અને સંશોધન પર આધારિત હતું.બ્રિટિશ હેરાલ્ડના વાંચકોને વન ટાઈમ પાસવર્ડ પ્રોસેસના માધ્યમથી વોટ કરવાના હતા. વોટિંગ શરૂ હતું ત્યારે સાઈડ ક્રેસ પણ થઈ હતી કારણ કે વોટર્સ પોતાની મનપસંદ સેલિબ્રિટીને જિતાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.શનિવારે વોટિંગ પૂર્ણ થયા સુધી નરેન્દ્ર મોદીને પોલમાં સૌથી વધુ 30.9 ટકા વોટ મળ્યા હતા. તે પોતાના હરીફ પુતિન, ટ્રંપ અને જિનપિંગથી ઘણા આગળ હતા. આ પોલમાં મોદી બાદ બીજા નંબરે સૌથી શક્તિશાળીમાં 29.9 ટકા સાથે રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ત્યારબાદ 21.9 ટકા વોટ પ્રાપ્ત કરનાર ડોનાલ્ડ ટ્રંપ આવ્યા હતા. અને ત્યારબાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 18.1 ટકા વોટ મળ્યા હતા.

Download Our B K News Today App



Related News