મોદીએ કહ્યું- સો વર્ષ પહેલા ચૌરી-ચૌરામાં માત્ર પોલીસ સ્ટેશનમાં જ આગ નહોતી લાગી, આ આગ લોકોના દિલમાં પણ લાગી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 12:28:15
  • Views : 244
  • Modified Date : 2021-02-04 12:28:15

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (4 ફેબ્રુઆરી) ગોરખપુરમાં ચૌરી ચૌરા કાંડના શતાબ્દી સમારોહની વિડિયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરી છે. ઐતિહાસિક ઘટનાને યાદ કરવા માટે ઉત્તરપ્રદેશ સરકાર આ વર્ષે શતાબ્દી સમારોહની ઉજવણી કરી રહી છે.આ અવસરે એક પોસ્ટ ટિકિટ પણ જાહેર કરી છે.

    મોદીએ કહ્યું કે, આ પવિત્ર ભૂમિ પર બલિદાન આપનાર દેશના સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા આપનાર શહીદોને પ્રણામ કરું છું. સો વર્ષ પહેા ચૌરી-ચૌરીમાં જે બન્યું તે માત્ર આગ ચાંપી દેવાની ઘટના ન હતી. તે આંદોલન ઘણું વ્યાપક હતું, પહેલા જ્યારે પણ તેની વાત થઈ ત્યારે આ ઘટનાને તેને અગ્નિદાહ તરીકે જોવામાં આવી. આવું કેમ બન્યું તે પણ જોવું જરૂરી છે. તે આગ પોલીસ સ્ટેશનમાં નહોતી લાગી, લોકોના દિલમાં પણ લાગી હતી.‘શહીદોને ઈતિહાસમાં વધુ સ્થાન નથી મળ્યું’ તેમણે કહ્યું કે, આજથી ચૌરી-ચૌરામાં જે કાર્યક્રમ શરૂ થઈ રહ્યાં છે આખા વર્ષ ચાલશે. આ દરમિયાન અહીં શહીદોને યાદ કરાશે. દેશ આઝાદીની 175મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે, એવામાં આ વધુ પ્રાસંગિક બની રહ્યું છે. ચૌરી-ચૌરા સંગ્રામના શહીદોને ભલે ઈતિહાસના પાનામાં પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું નથી, પણ તેમનું લોહી આ માટી સાથે મળેલું છે, જે આપણને પ્રેરણા આપતું રહે છે.

    અંગ્રેજી હુકુમત તો સેંકડો સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવા માટે અડી ગઈ હતી, પણ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીના પ્રયાસોથી સેંકડો લોકોને ફાંસીથી બચાવી લેવાયા હતા.એવામાં આ દિવસ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીને યાદ કરવાનો પણ છે. આ કાર્યક્રમોમાં યુવાનો સ્પર્ધામાં પણ ભાગ લઈ રહ્યાં છે. તેમને સ્વતંત્રતાના ઘણા ન જોયેલા પાસા ખબર પડશે.

    મોદીએ કહ્યું કે, શતાબ્દી સમારોહના કાર્યક્રમોને લોક કળા અને આત્મનિર્ભરતા સાથે જોડવાના પ્રયાસ કરાયા છે. સામૂહિકતાની જે શક્તિએ ગુલામીને સાંકળને તોડી હતી, તે શક્તિ ભારતને દુનિયાની મોટી તાકાત પણ બનાવશે. આ શક્તિ આત્મનિર્ભરનો મૂળભૂત આધાર છે. આ દેશને 130 કરોડ દેશ વાસીઓ માટે આત્મનિર્ભર બનાવી રહ્યાં છે.આજે કલ્પના કરો, જ્યારે કોરોનાકાળમાં આ દેશે દુનિયાના 150થી વધુ દેશો માટે દવા મોકલી છે. ભારતે અનેક દેશોના નાગરિકોને ઘરે સુરક્ષિત મોકલ્યા છે. આજે ભારત પોતે કોરોનાની વેક્સિન બનાવી રહ્યો છે. દુનિયાના અન્ય દેશો કરતા ઝડપથી વેક્સિન લગાવી રહ્યો છે.બજેટ પહેલા લોકો કહેતા હતા કે કોરોના સંકટના કારણે સરકારે જનતા પર બોઝ નાંખવો જ પડશે. ટેક્સ વધારવો પડશે, પણ સરકારે આવું ન કર્યું. સરકારે દેશને આગળ વધારવા માટે વધુ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ તમામ વસ્તુ માટે કામ કરનારની પણ જરૂર પડશે. આનાથી દેશના યુવાનોને રોજગાર મળશે.

    આજે કલ્પના કરો, જ્યારે કોરોનાકાળમાં આ દેશે દુનિયાના 150થી વધુ દેશો માટે દવા મોકલી છે. આજે ભારત પોતે કોરોનાની વેક્સિન બનાવી રહ્યો છે. દુનિયાના અન્ય દેશો કરતા ઝડપથી વેક્સિન લગાવી રહ્યો છે. દેશે કોરોનાની લડાઈ જે રીતે લડી, તેની દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. આપણા વેક્સિનેશન અભિયાનથી અન્ય દેશ પણ શીખ લઈ રહ્યાં છે.1922માં સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓએ ચૌરી ચૌરામાં એક પોલીસ ચોકીમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં 22 પોલીસકર્મી માર્યા ગયા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ

    જો કે, 13 એપ્રિલ,1919ના રોજ થયેલા જલિયાંવાલા બાગ કાંડ અને 4 ફેબ્રુઆરી 1922ના ચૌરી ચૌરાની ઘટના પછીથી જંગે આઝાદીમાં ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, અશફાક ઉલ્લાહ જેવા ક્રાંતિકારી વિચારધારા વાળા લોકો હારાવલ ટૂકડી તરીકે સામે આવ્યા હતા. આ તમામનું માનવું હતું કે, આઝાદી માત્ર અહિંસાથી તો નહીં મળે. આ દરમિયાન ગોરખપુર એવા ક્રાંતિકારીઓનો ગઢ બની ગયો હતો. કકોરી કાંડના આરોપમાં રામપ્રસાદ બિસ્મિલે ત્યાંની જેલમાં સજા કાપી. પછી 10 ડિસેમ્બર 1927ના રોજ તેઓ હસતા હસતા ફાંસીના ફંદા પર લટકી ગયા.


Download Our B K News Today App



Related News