ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે પીએમ-સીએમના પોસ્ટર બાળ્યાનો બનાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-19 14:57:53
  • Views : 614
  • Modified Date : 2020-05-19 14:57:53

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે પીએમ-સીએમના પોસ્ટર બાળ્યાનો બનાવ 

ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના ગેટ આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટા સાથેના સરકારની યોજનાની જાહેર કરતા પોસ્ટર લગાવવામાં છે. ત્યારે લોકોએ રોષ વ્યક્ત કર્યો હોય તેમ બંનેના મોઢા સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક વિગતમાં જાણવા મળે છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ આગળ વડાપ્રધાન મુખ્યપ્રધાનના ફોટા સાથેના સરકારની યોજનાઓ જાહેર કરતા પોસ્ટર મૂકવામાં આવ્યા છે. જેને અસામાજિક તત્વો દ્વારા સળગાવવામાં આવ્યા હતા. લોકડાઉનનો રોષ કોઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યુ છે. તાજેતરમાં બનેલી ઘટનાઓમાં રાજકોટ, સુરત, મહેસાણા અને અમદાવાદમાં પથ્થરમારો, પોલીસ પર હુમલા વગેરેની ઘટનાઓ બની છે. ત્યારે લોકડાઉનના કારણે અનેક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરપ્રાંતીયો પણ હવે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. પરિણામે લોકો સરકાર સામે રોષ વ્યક્ત કરતા હોય તેઓ સામે આવી રહ્યા છે.  ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ગેટ પાસે સરકારની યોજનાઓને ઉજાગર કરતા બેનર્સ લગાવવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ફોટા મૂકવામાં આવ્યા છે. ત્યારે લોકોએ રોષ વ્યક્ત કર્યો હોય તેમ બંનેના મોઢા સળગાવી નાખ્યા હતા.


Download Our B K News Today App



Related News