પ્રદેશ નેતાને ખુશ કરવા મહાપાલિકા હોટલ પાસેના પ્લોટમાં પાર્કિંગ બનાવશે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 12:02:13
  • Views : 306
  • Modified Date : 2021-01-03 12:02:13

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામે આવી રહી છે. ત્યારે આકાઓને મનાવવા અનેક રીતના પ્રયાસો નાના નેતાઓ કરતા હોય છે. ત્યારે ગાંધીનગર મહાનગર
પાલિકા દ્વારા શહેરના સેક્ટર ૧૧માં ૩ જગ્યાએ પાર્કિંગ બનાવી રહ્યુ છે. પરંતુ હાલમાં શહેરભરમાં ચર્ચા ચાલી રહી છેકે એક પ્રદેશ નેતાને સાચવવા માટે મહાપાલિકા પોતાના ખર્ચે હોટલની પાસેના પ્લોટમાં
પાર્કિંગ બનાવી રહ્યુ છે. જ્યારે અન્ય જગ્યાઓ ખુલ્લી હોવા છતા ત્યા કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.
શહેરમાં અનેક જગ્યાએ મહાપાલિકા પાર્કિંગ બનાવી રહ્યુ છે. પરંતુ સેક્ટર ૧૧માં ૩ જગ્યાએ પાર્કિંગ માટે રાખવામાં આવેલા પ્લોટમાં કામગીરી
પુરજાેશમાં કરવામાં આવી રહી છે. આ પ્લોટની બાજુમાં એક પ્રદેશ કક્ષાના નેતાની ભાગીદારીની બિલ્ડીંગ હોવાનુ સામે આવી રહ્યુ છે. પરિણામે મહાપાલિકા નાગરિકોના ટેક્ષના રૂપિયાથી આ જગ્યામાં પાર્કિંગ બનાવી રહ્યુ છે. પાર્કિંગ બનાવ્યા બાદ આ બિલ્ડીંગમાં કામગીરી માટે આવતા લોકોના વાહનો ત્યા કાયમ માટે પાર્ક થઇ જશે.
આ બાબતે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે, હાલમાં એક જ ચર્ચા સાંભળવામાં આવી રહી છે કે, પાલિકા માત્ર પોતાના માનિતાઓને સાચવવા અને ખુશ રાખવા માટે જ કામગીરી કરી રહી છે. ઉલ્લેખનિય છેકે હાલમાં આવી અનેક જગ્યાઓ શહેરમાં જાેવા મળી રહી છે. જે માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે. તે ઉપરાંત સેક્ટર ૧૧માં મોટાભાગે ખુલ્લી જગ્યા જાેવા મળે છે. વાહન ચાલકો મનફાવે ત્યાં વાહન પાર્ક કરી શકે છે. તેમ છતા સેક્ટર ૧૧માં પાર્કિંગ માટે રીઝર્વ રાખવામાં આવેલા ૩ પ્લોટમાં પાર્કિંગની કામગીરી કરાઇ રહી છે. ૩ માંથી ૨ પ્લોટની બાજુમાં ભાજપના નેતાઓને જ સીધો ફાયદો થશે.

Download Our B K News Today App



Related News