પાલનપુરના સલેમપુરા અને સૂંઢા ગામમાં ગ્રામપંચાયતો દ્વારા હરાજી કરીને લોકોને આપેલ પ્લોટ DDOએ કર્યા રદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-13 11:21:57
  • Views : 360
  • Modified Date : 2022-03-13 11:21:57

સલેમપુરા ગામના 66 અને સૂંઢા ગામના 21 પ્લોટ મળી કુલ 81 પ્લોટ કરાયા રદ

જાહેર હરાજીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા વગર હરાજી કરતાં મળતીયા લોકોને જ અપાયા હતા પ્લોટ

હરાજી થયેલ તમામ પ્લોટ રદ કરાતા તમામ પ્લોટની સનદો પાછી લઈને તે રદબાતલ કરવામાં આવશે

           

પાલનપુર તાલુકાના સલેમપુરા  અને સુંઢા ગામમાં પાંચ - છ વર્ષ અગાઉ  કાગળ પર ગામતળ  પ્લોટની જાહેર હરાજી દર્શાવી ખોટી રીતે પ્લોટ ફાળવણીમાં  ગેરરીતિનો મામલો સામે આવતા  જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે પ્લોટ લેનાર 81 જેટલા ખોટા લાભર્થીઓની સનદ રદ કરવાની તજવીજ હાથધરી છે .તેમજ પ્લોટ આપનાર જે તે સમયના ટીડીઓ  અને સરકારી કર્મચારી સામે ખાતાકીય પગલાં લેવા માટે સરકારમાં અહેવાલ સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

 

જોકે આ અંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે પાલનપુર તાલુકાના સલેમપુરા અને સુંઢા ગામમાં 81 જેટલા પ્લોટ ફાળવણીમાં જે તે સમયના ગામના સરપંચ તેમજ તલાટી ,ટીડીઓ ,ક્લાર્ક અને સર્કલ સાથે મળીને ગામના રહેણાંક પ્લોટની જાહેર હરાજી કાગળ પર બતાવી પ્લોટની ફાળવણીમાં ગેરરીતિ કરી હોવાનું પર્દાફાશ થયું છે પાલનપુર તાલુકાના સલેમપુર ગામામાં 66  જેટલા પ્લોટ ખોટી રીતે આપવામાં આવ્યા હતા જાહેર હરાજી કર્યા વગર તેમજ નગર નિયોજન દ્વારા પ્લોટની અપસેટ કિંમત નક્કી કર્યા વગર બારોબાર પ્લોટ ફાળવણી કરી સનદો આપી દેવામાં આવી હતી .જોકે આ પ્લોટમાં થયેલ ગેરીરીતિનો મામલો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના ધ્યાનમાં આવતા સલેમપુરા  ગામમાં ખોટી રીતે પ્લોટ લેનારને 66 અને સુંઢા ગામના 21 લોકોને નોટિસ ફટકારી લેખિતમાં જવાબ માંગ્યું હતું.

 

સલીમ પુરા અને સુંઢા બે ગામોમાં હરાજીથી પ્લોટ આપવામાં આવ્યા છે જેની તપાસ કરવામાં આવી હતી જેમાં અમને ઘણી બધી ગેરરિતીઓ મળી છે નગર નિયોજક દ્વારા જે અપ્સર પ્રાઈઝ નક્કી થવી જોઈએ એ અપ્સર પ્રાઈઝ નક્કી કરવામાં આવી નથી અપ્સર પ્રાઈઝ કર્યા વગર જે તે વખતે તલાટી પંચાયત સર્કલ ઇન્સ્પેક્ટર અને ટીડીઓ દ્વારા પ્રાઈઝ નક્કી કરીને આજે પ્લોટો છે તેની જાહેર હરાજી કરવામાં આવી છે જેનાથી સરકારને નાણાકીય નુકસાન થયેલું છે જે જાહેર હરાજી થઇ જેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી જેથી અન્ય લોકોને આ જાહેર હરાજી જાણ હતી નહિ અમુક અમુક લોકો જેને આ હરાજી નું ખ્યાલ હતું તેમને બધા પ્લોટ મળવા પામ્યા છે તે સિવાય અન્ય પ્રક્રિયાઓ હોવી જોઈએ તલાટી દ્વારા પ્રોપર આનું સંકલન કરીને તાલુકા કક્ષાએ મોકલવું જોઈએ એ તમામ પ્રક્રિયાનું આ કેસમાં પાલન કરવામાં આવ્યું નથી આ સિવાય અમુક પ્લોટ ગૌચરમાં આપવા અંગે અને અમુક પ્લોટ પ્રાઇવેટ કમ્પાઉન્ડમાં આપવા અંગેનું જે ધ્યાન પર આવ્યું છે આ તમામ કેસમાં અમે લોકોને પબ્લિકખેરિંગનો એક મોકો આપ્યો 66 લોકો સલીમપુરાના અને 21 લોકો સુંઢાના આ બધાને અમે સુનવણીનો ચાન્સ આપ્યો છે.  જેમાં એક બીજી મુદ્દત આપીને બધાને પોતપોતાનું લેખિત જવાબ આપવાનું એક ચાન્સ આપ્યો જેમાં અમુક લોકોએ જેમાં પોતાના લેખિત જવાબ પણ રજૂ કર્યો છે. આ અંગેના તમામ લેખિત જવાબ અને પુરાવા અંગેના જે રેકોર્ડ ઉપર છે એની સમીક્ષા કરતા એમના જે રિજન્સ છે એ યોગ્ય જાણતા નથી અને અને નિર્ણય કરીએ છીએ કે આ જે બંને હરાજી ઓ છે તે રદ જાહેર કરવામાં આવે છે આના આગળ તમામ હરાજીથી આપેલા પ્લોટની સનોદો લઈ લેવામાં આવશે સનદો રદ કરીને આમારા સમક્ષ રજુ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News