સિધ્ધપુર નગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીનું ધૂમ વેચાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 11:13:35
  • Views : 570
  • Modified Date : 2019-05-14 11:13:35

સિધ્ધપુર શહેરમાં
નગરપાલિકાની રહેમ નજર હેઠળ પ્લાસ્ટિક વેચાણ કરતી દુકાનોમાં ૫૦ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ગુજરાતમાં
ચા-કોફીની લારીઓ પર વપરાતા પ્લાસ્ટીકના કપ, પાણીના
પાઉચ અને પાન-મસાલા મસળવા તેમજ પેકિંગ માટે
વપરાતા પ્લાસ્ટિકના ટુકડાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ બાબતે ઉત્પાદક, વિતરક અને વપરાશ કરતા એકમો અને દુકાનદારો સામે કડક પગલાં લેવાનું નક્કી કરાયું છે. ત્યારે તેની સામે સિધ્ધપુરમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે જોકે આવા દુકાનદારો સામે તંત્ર આંખ આડા કાન કરતા હોવાથી આવા વેપારીઓને ખુલ્લો દોર મળ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. લારી ગલ્લા સહિત દુકાનધારકોએ પણ બેફામ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ વધારી દીધો છે. સિદ્ધપુર પાલિકા તાકીદે પગલાં ભરે એ જરૂરી છે.
સિધ્ધપુરમાં પ્લાસ્ટિકનો બેફામ રીતે થઇ રહેલા
ઉપયોગને કારણે નગરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. જેમાં ખાસ કરીને સફાઇ માટે પ્લાસ્ટિક આફત બની ગયુ છે. તેમાં પણ ખાસ કરીને ચાની કિટલીવાળા જે પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા આપે છે. તેમજ લારી ગલ્લા અને દુકાનધારકો છૂટથી પ્લાસ્ટિકના પ્રતિબંધિત ઝભલાઓ વાપરે છે, તેને કારણે લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. આવાં અનેક કારણોને લઇને સરકાર દ્વારા ૪૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના ઝભલાં કે ચાના ગ્લાસ પર પ્રતિબંધ નાખવામાં આવ્યો છે. તેમ છતાં સિધ્ધપુર નગરમાં આવી વસ્તુઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે. આ બાબતની ગંભીરતાની
સિધ્ધપુર પાલિકા દ્વારા નોંધ લેવી જરૂરી છે.
સિધ્ધપુર પાલિકાએ અગાઉ તા. ૧૨ માર્ચ ૨૦૧૯ના રોજ શહેરમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં ૪૨ કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી રૂ. ૯,૬૦૦/-નો દંડ વસુલ્યો હતો. ત્યારબાદ થોડા સમય માટે હાનિકારક પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લાં બે અઢી માસના સમયથી સિધ્ધપુરમાં દુકાનદારો બેફામ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાં, પ્યાલીઓ સહિતની વસ્તુઓનું મોટા પાયે વેચાણ કરી રહ્યા છે. સિધ્ધપુર નગરપાલિકા દ્વારા તાકીદે યોગ્ય પગલાં ભરી પ્રતિબંધિત પ્લાસ્ટિક પર અંકુશ મેળવવો જરૂરી છે.

Download Our B K News Today App



Related News