પ્લાસ્ટિકમુક્તનો સંદેશો પાઠવવા વડગામના શિક્ષકે શાળાના મેદાનમાં બોટલ હાઉસ બનાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 10:46:33
  • Views : 382
  • Modified Date : 2020-03-05 10:49:01

બનાસકાંઠા જિલ્લાના વડગામની શ્રી વી.જે.પટેલ હાઇસ્કૂલના શિક્ષક સુરેન્દ્રસિંહ રહેવરે પ્લાસ્ટિકમુક્ત ભારતનો સંદેશો વ્યક્ત કરવા માટે પોતાની હાઇસ્કૂલના મેદાનમાં 25,000 પ્લાસ્ટિકની બોટલો અને 50 કિલો પ્લાસ્ટિકની થેલીઓથી પ્લાસ્ટિક હાઉસ બનાવ્યું છે.જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થી તેમજ શિક્ષકના ઘરે તેમજ પોતે વિવિધ ગામોમાં ફરી લગભગ આ પ્લાસ્ટિકની બોટલો તેમજ 50 કિલો પ્લાસ્ટિકની થેલીઓ એકઠી કરી છે.આમ શાળાના ગુજરાતી વિષય ભણાવતા શિક્ષકના આ નવા આઇડિયા અંગે ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના સ્ટાફે પણ અચરજ સર્જાતા શાળાની મુલાકાત લીધી હતી.

Download Our B K News Today App



Related News