ભીલડી ગૌશાળા ખાતે ડીસા રોટરી ક્લબ ડિવાઇનની મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-22 11:52:56
  • Views : 261
  • Modified Date : 2022-07-22 11:52:56


જેમાં 200 તે પણ વધુ વૃક્ષોનું ગૌશાળા ખાતે વાવેતર કરવામાં આવ્યું હતું


સમગ્ર વિશ્વમાં આજે સૌથી મોટી સમસ્યા હોય તો તે જંગલોનો વિનાશ છે આજે જે પ્રમાણે સમગ્ર વિશ્વમાં સ્ટ્રક્ચરનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે તેને લઈ રોજેરોજ અસંખ્ય જંગલોમાં વૃક્ષો કપાઈ રહ્યા છે આજે લોકો ન જેવા પૈસા કમાવા માટે પણ રોજે રોજ મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી વેચાણ કરી રહ્યા છે તો આ તરફ હવે ગ્રામીણ વિસ્તારમાં પણ લોકો પોતાની લોખંડની વાડો બનાવવા માટે વૃક્ષો નીકાળી રહ્યા છે. આજે જ્યાં વર્ષો પહેલા મોટા ઘટાદાર જંગલો આવેલા હતા ત્યાં જંગલોનો વિનાશ થઈ રહ્યો છે અને તેની જગ્યાએ મોટી મોટી ઇમારતો બની રહી છે.જેને કારણે અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. ત્યારે ફરી એકવાર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષોનું વાવેતર વધે અને જિલ્લો હરિયાળો બને તે હેતુથી ડીસામાં વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું છે.જેમાં આજે ડીસા રોટરી ક્લબ ડીવાઈનની મહિલાઓ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભીલડી ખાતે આવેલ ગૌશાળામાં પશુધન વૃક્ષની છાયામાં રહે તે હેતુથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આજે મહિલાઓ દ્વારા 200 જેટલા વૃક્ષાનું વાવેતર કર્યું હતું.અને ડીસા તાલુકો હરિયાનો બને તે માટે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે લોકોને અપીલ કરી હતી.....


Download Our B K News Today App



Related News