ડીસાના યુવાનોનું વૃક્ષારોપણ કરજા ગામે 600થી પણ વધુ વૃક્ષો વાવી વૃક્ષો બચાવવા લોકોને અપીલ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 12:00:24
  • Views : 741
  • Modified Date : 2022-07-18 12:00:24

 

સમગ્ર વિશ્વમાં આજે સૌથી મોટી સમસ્યા હોય તો તે જંગલોનો વિનાશ છે આજે જે પ્રમાણે સમગ્ર વિશ્વમાં સ્ટ્રક્ચરનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે તેને લઈ રોજેરોજ અસંખ્ય જંગલોમાં વૃક્ષો કપાઈ રહ્યા છે આજે લોકો ન જેવા પૈસા કમાવા માટે પણ રોજે રોજ મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી વેચાણ કરી રહ્યા છે તો આ તરફ હવે ગ્રામીણ વિસ્તારમાં પણ લોકો પોતાની લોખંડની વાડો બનાવવા માટે વૃક્ષો નીકાળી રહ્યા છે. આજે જ્યાં વર્ષો પહેલા મોટા ઘટાદાર જંગલો આવેલા હતા ત્યાં જંગલોનો વિનાશ થઈ રહ્યો છે અને તેની જગ્યાએ મોટી મોટી ઇમારતો બની રહી છે.જેને કારણે અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. ત્યારે ફરી એકવાર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષોનું વાવેતર વધે અને જિલ્લો હરિયાળો બને તે હેતુથી ડીસાના યુવાનોએ અનોખી પહેલ શરૂ કરી છે ડીસાના સમર્પણ ગ્રુપના 100થી પણ વધુ યુવકો આજે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વૃક્ષારોપણ કરી તેનું જતન કરી રહ્યા છે ત્યારે આજે દાંતીવાડા તાલુકાના કરજા ગામે આવેલ પહાડી વિસ્તારમાં ડીસાના યુવકોએ ફળફળાદી ના 600 થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને આ તમામ વૃક્ષોનું પાલન ડીસાના યુવકો દ્વારા કરવામાં આવશે આવનારા સમયમાં આ વૃક્ષો પરથી ફળફળાદી મળી રહે તે ખાસ પહાડી વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News