ડીસા કોલેજમાં વિવિધ કંપનીઓ દ્વારા પ્લેસમેંટ કેમ્પ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-16 11:42:39
  • Views : 242
  • Modified Date : 2022-03-16 11:42:39

ડીસા કોલેજમાં  વિવિધ કંપનીઓ દ્વારા પ્લેસમેંટ કેમ્પ યોજાયો હતો

 

ડીસા કોલેજમાં આજે વિવિધ કંપનીઓ દ્વારા પ્લેસમેંટ કેમ્પ યોજાયો હતો.. ૮૦૦થી વધુ જગ્યાઓ માટે યોજાયેલા પ્લેસમેંટ કેમ્પમાં લગભગ ૩૦૦૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.. આજથી શરૂ  થયેલો પ્લેસમેંટ કેમ્પ આવતીકાલે પણ ચાલુ રહશે.. અને તેમાં ડીસા કોલેજમાં અભ્યાસ કરનાર વિવિધ ફેકલ્ટીના વિધાર્થીઓ ભાગ લેશે અને વિધાર્થીઓની પસંદગી કરવામાં આવશે..


ડીસા
કોલેજ હવે વિધાર્થીઓ માટે તેમની કારકિર્દીને લઈ ગંભીર બની રહી છે.. અને ડીસા કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ અભ્યાસ બાદ સીધા નોકરી પર લાગે તે માટે ખાનગી કંપનીઓ સાથે સંપર્ક કરીને જોબ પ્લેસમેંટ કેમ્પનું આયોજન કરી રહી છે. ત્યારે ડીસા કોલેજમાં અભ્યાસ કરતાં ૩૦૦૦ હજાર વિધાર્થીઓ માટે અલગ અલગ ખાનગી કંપનીઓ સાથે કોન્ટ્રાકટ કરીને ૮૦૦ જગ્યા માટે પ્લેસમેંટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં બેંકિંગ કંપની, ઓટોમોબાઇલ કંપનીઑ જોડાઈ હતી અને વિધાર્થીઓની પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરી હતી..આઠસો ખાલી જગ્યા માટે યોજાયેલા પ્લેસમેંટ કેમ્પમાં બી.., બી.કોમ, એમ.., એમ.કોમ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ જોડાયા હતા.. પ્લેસકેમ્પની મદદથી ડીસા કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને સારા એવા પ્રમાણમાં રોજગારી મળી રહશે તેવું ડીસા કોલેજના પ્રાધ્યાપક દિવ્ય પિલ્લાઈએ જણાવ્યુ હતું.

Download Our B K News Today App



Related News