ઉનાળાની શરૂઆત ઃ પાલનપુર તાજનગર અને આદર્શનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 12:02:14
  • Views : 302
  • Modified Date : 2021-04-14 12:02:14

ઉનાળાની શરૂઆત માજ
પાલનપુર વોર્ડ નંબર-૧ના તાજપુરા અને આદર્શ નગર સોસાયટીમાં છેલ્લા ૭ દિવસથી પીવાનું પાણી ન આવતા રહીશો ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે.
પાલનપુર નગરપાલિકાની ચૂંટણી પત્યા બાદ જાણે જંગ જીતી લીધો હોય તે રીતે
પોતાના વિસ્તારની સમસ્યાઓ અંગે કંઈ જ પડી ના હોય તેમ લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે
પાલનપુર નગરપાલિકાના વોર્ડ.૧ ના તાજનગર અને આદર્શ નગર સોસાયટીના  રહીશોને પીવાના પાણી માટે છેલ્લા ૭ દિવસથી વલખાં મારી રહ્યા છે. ન છૂટકે રહીશોને
પાણી માટે ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે. આ બાબતે સ્થાનિક રહીશ મહેશભાઈ રબારીએ આક્ષેપ કર્યા હતા કે અમારી સોસાયટીમાં છેલ્લા ૭ દિવસથી પીવાનું પાણી આવતું નથી.

Download Our B K News Today App



Related News