થરાદ તાલુકાના રાજકોટ ગામમાં પીવાના પાણીના ફાંફા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 05:12:58
  • Views : 504
  • Modified Date : 2019-04-08 05:12:58

થરાદ તાલુકાના રાજકોટ ગામમાં છેલ્લા ૨ મહિનાથી પીવાનું પાણી નથી આવતું. જેના કારણે ગામના નાગરીકો તથા પશુઓની મુશ્કેલીઓ વધવા પામી છે. જયારે ઉનાળાની સિઝનમાં પાણીની તકલીફ પડતી હોવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની કોઈપણ પ્રકારની વૈકÂલ્પક સુવિધાઓ ગામવાસીઓને આપવામાં આવી નથી. જેના કારણે ગામવાસીઓને પોતાના ખાનગી વાહનો  તથા સાધનો દ્વારા બીજા ગામમાંથી પાણી લાવીને ગુજરાન ચલાવવું પડી રહ્યું છે.
આમ આ સમગ્ર બાબતની ગ્રામ પંચાયત દ્વારા પાણી
પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. આમ આ અંગે ગામના સરપંચ નરસિંહભાઈ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ દિશામાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. આમ આ ગામવાસીઓ દ્વારા છેલ્લા ૧ મહિનાથી પાણીની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેમાં જા તંત્ર દ્વારા રાજકોટ ગામવાસીઓને રજૂઆત તથા સમસ્યાને સમજવામાં આવે તો સારું નહીં તો આવનારા ઉનાળાની સિઝન આ વિસ્તારના લોકો માટે મુશ્કેલરૂપ સાબિત થાય તો નવાઈ નહી.

Download Our B K News Today App



Related News