વાવના વજીરવાસમાં ત્રણ માસથી પીવાના પાણીના ધાંધીયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-09 11:05:55
  • Views : 487
  • Modified Date : 2019-06-09 11:05:55

વાવ તાલુકા મથકે પીવાના પાણીની ભયંકર સમસ્યા સર્જાઈ છે. તો વળી ઢાળવાસમાં આવેલ વજીરવાસમાં ત્રણ માસથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.   સ્થાનિકો દ્વારા પીવાના પાણીને લઈને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે. વાવમાં આવેલ વજીરવાસમાં પીવાનું પાણી નહિ મળતાં મહિલાઓ સહિત નાના નાના બાળકોએ પણ દૂર દૂર સુધી ભટકવું પડે છે. તો વળી પીવાના પાણીના ટેન્કર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેમ નથી.  પીવાના પાણીની સમસ્યાને લઈને થરાદ નાયબ કલેક્ટર દ્વારા વાવમાં સંકલનની  મીટિંગમાં પણ વાવ શહેરને અપાતો પીવાના પાણીનો જથ્થોઓછો કરવામાં આવ્યો હોવાથી સમસ્યા સર્જાઈ છે.રાજ્ય સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો વચ્ચે સરહદી વિસ્તારમાં પીવાના પાણી માટે રોજ ટેન્કરો મંગાવવા પડે છે.  ગુજરાત મોડલની વાતો વચ્ચે હાલમાં તો સરહદી વિસ્તારમાં પીવાના પાણી માટે પડાપડી કરતાં દ્રશ્યો સામે આવ્યા છે. વાવ પંથકમાં ગરમીનો પ્રકોપ ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે પીવાના પાણીના અભાવે વાવ તાલુકા મથકે જ લોકોને પીવાના પાણી માટે આમતેમ ભટકવું પડી રહ્યું છે.  રસ્તાઓ પણ સુમસામ દેખાઈ રહ્યા છે ત્યારે વાવ તાલુકા મથકે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે.  સરહદી વાવ સિટીને અપાતા પીવાના પાણીના જથ્થામાં દેવપુરા સંપ પરથી જ કાપ કરવામાં આવ્યો છે. અમે પણ પાણી પુરવઠા વિભાગ સહિત રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી હોવાનું વાવ સરપંચ પતિ ઠાકરશીભાઈ વેણે જણાવ્યું હતું. 


Download Our B K News Today App



Related News