વાવના ભાટવર ગામ એક માસથી પીવાના પાણી માટે વલખાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-10 11:22:40
  • Views : 1340
  • Modified Date : 2019-06-10 11:22:40

ઉનાળાના પ્રારંભે જ વાવ થરાદ અને સુઈગામના સરહદી ગામડાઓમાં પીવાના પાણી માટે ભયંકર સમસ્યાઓ સર્જાય છે તો વળી, મહિલાઓ સહિત બાળકો પણ પીવાના પાણી માટે આમતેમ ભટકવું પડે છે. જેથી બાળકો અભ્યાસ પણ કરી શકતા નથી. સરહદી
વાવ-સુઈગામ નેશનલ હાઈવે પર આવેલું વાવથી માત્ર ૧૫કિમીએ આવેલ ભાટવર ગામે એક માસથી પીવાના પાણી માટે ગ્રામજનો વલખાં મારી રહ્યાં છે. તો વળી પીવાના પાણી માટે બનાવેલ સંપમાં જ એકપણ ટીપું પાણી નહીં આવતું ગ્રામજનોએ જણાવ્યું હતું ત્યારે ઉનાળાની ભયંકર ગરમીમાં વાવ પંથકમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે પીવાના પાણી માટે લોકોએ આમતેમ ભટકવું પડી રહ્યું છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા સત્વરે બિનઅર્ધકૃત કનેક્શનો
કાપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.
સરહદી વાવ વિસ્તારમાં ગરમીનો ભયંકર પ્રકોપ વરસી રહ્યો છે ત્યારે મુંગા પશુઓ,
પક્ષીઓ સહિત મળતી લોકોને પીવાનાં પાણીની હાડમારીઓમાં વધારો થયો છે. તો વળી એકટીપું પાણી માટે લોકો આમતેમ ભટકી રહ્યાં છે. ત્યારે જવાબદાર અધિકારીઓ એ.સી.ચેમ્બરમાં બેઠાં બેઠા સબ સલામત હોવાના દાવાઓ કરી રહ્યાં છે. માહિતી મુજબ
વાવ-સુઈગામ નેશનલ હાઈવે પર તાલુકાનાં ભાટવર ગામે એક માસથી પીવાનું પાણીનું એકપણ ટીપું મળતું નથી. ત્યારે પાણી પુરવઠા વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ ગ્રામજનોએ રજૂઆત કરી છે. તો વળી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઘરની બહાર નીકળવું
પણ મુશ્કેલ બન્યું છે ત્યારે વાવ પંથકમાં પીવાના પાણીની ભયંકર સમસ્યાઓ સર્જાઈ છે. જોકે વહીવટી તંત્ર દ્વારા કાયમી ધોરણે ઉકેલ લાવવાને બદલે સરહદી વિસ્તારોમાં ટેન્કર વડે
પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે પીવાના પાણીના બિનઅર્ધકૃત કનેકશનો દૂર કરીને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News