દિયોદરમાં પિતાએ આત્મહત્યા કરતા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 11:59:04
  • Views : 1011
  • Modified Date : 2020-06-14 11:59:04

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે. ત્યારે દિયોદર તાલુકામાં આત્મહત્યાની  દુર્ઘટના સામે આવતા સમગ્ર પંથકના લોકોમાં ચકચાર મચી જવા પામી છે. લીમડાના વૃક્ષે દિયોદરના મૃતક દાનસુંગજી સોનાજી ઠાકોર ઉ.વ ૪૦ જો ગઇ મોડી રાત્રીએ લીમડાની ડાળ પર મફલરથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી . મૃતકના પરિવારમાં ૭ દીકારીઓ અને ૧ પુત્રનો પણ સમાવેશ થાય છે . આ સાથે ૮ બાળકો જેઓ પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે. અને પરિવારનો એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે , મૃતકની હત્યા કે આત્મહત્યા પણ હોઇ શકે છે. આ સાથે દિયોદર પોલીસે ઘટનાસ્થળે આવીની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોનાના સંકટ વચ્ચે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે . ઉનાળાની સીઝનમાં મીઠો છાંયડો આપતો પોતાના જ ઘર આગળ લીમડાના ઝાડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં પરિવાર પર આભ તુટી પડ્‌યું છે. જો કે આ દુર્ઘટના પરિવારને જાણ થતાં તેમને પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ધોરણે દોડી આવી હતી. દિયોદર
પોલીસે મૃતકને રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી હતી . આ સાથે આગળની
 તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News