પાટણના પિતામ્બર તળાવનું ખોદકામ શરૂ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-17 13:54:26
  • Views : 475
  • Modified Date : 2019-05-17 13:54:26

પાટણ શહેરમાં સુજલામ-સુફલામ અભિયાન અતર્ગત શહેરનું પિતામ્બર તળાવ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવતા આગામી ચોમાસાની સિઝનમાં આ તળાવમાં સારૂ એવુ પાણી સગ્રહ થઈ શકશે.સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સગ્રહ થઈ શકે અને જળ સ્તર ઉંચા આવે તે માટે નદી, તળાવો-આડબંધો, બંધ પાળાનું ખોદકામ કરવાનું કામ ચાલી રહ્યુ છે.પાટણ જિલ્લામાં પણ ચૂંટણીની આચારસંહિતાના કારણે બંધ કરવામાં આવેલ જળ સંચયના કામો હવે આચારસંહિતા હળવી બનતા ફરી શરૂ થયા છે. પાટણ શહેરમાં સિંચાઈ વિભાગની માલિકીનું પિતામ્પર તળાવ જેમાં વર્ષોથી ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવતા હતા. તે તળાવ ચોમાસામાં ઓવરફલો થતા તળાવમાં ભરાયેલુ ગટરોનું ગંદુ પાણી માર્ગા પર ફરી વળતું હતું જેને આસપાસના વિસ્તારોના મકાનોમાં પણ આ પાણીફરી વળ્યા હતા. શહેરમાં ખુલ્લી ગટરો બંધ કરવામાં આવતા પિતામ્બર તળાવમાં આવતુ ગંદુ પાણી બંધ થતા નગર પાલિકાતંત્ર દ્વારા ચાલુ વર્ષ તળાવમાં જે પાણી હતુ તેને પંપ મુકીને ખાલી કરવામાં આવ્યું હતું. હાલમાં આ તળાવ સંપૂર્ણ ખાલી થઈ ગયું હોવાથી સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત આ વિશાળ તળાવને નગરપાલિકા અને શહેરના જાણીતા બિલ્ડર બેબાશેઠ દ્વારા બનાવવામાં આવી રહ્યુ છે. ચોમાસા પહેલાં આ તળાવ ખોદાઈ જવાથી તળાવમાં પાણી ભરવાની ક્ષમતા વધી જશે. જેના કારણે મોટી સંખ્યામાં તળાવમાં પાણી સંગ્રહ થઈ શક્શે. આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવશે તેવી શકયતા છે. 


Download Our B K News Today App



Related News