પાટણ શહેરના પિતાંબર તળાવને પાલિકા દ્વારા ઉંડુ કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 12:30:29
  • Views : 614
  • Modified Date : 2019-05-01 12:30:29

પાટણને ઉત્તર ગુજરાતની રાજધાની ગણવામાં આવતી હતી.  આજે પણ પાટણમાં રાણીની વાવ, સહસ્ત્રલીંગ તળાવ, પાટણના પટોળાની ઓળખથી પ્રખ્યાત છે. આપાટણને તળાવોની નગરી તરીકે ઓળખો તો પણ શક નથી. પાટણમાં ગૂંગળી તળાવને રીનોવેશન કરીને આનંદ સરોવર બનાવ્યું તેમ પીતાંબર તળાવને પણ રીનોવેશન કરીને અલગ ઓપ આપવા માટે લોકોની અનેક રજૂઆતોને લઈને પાલિકાએ પણ આ તળાવ ઊંડુ કરવા માટે નક્કી કરવામા આવ્યું છે.  જેથી આગામી સમયમાં આ તળાવનો નજારો અલગ જોવા મળશે.પાટણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા પાટણ નગરના શહેરીજનોની લોકભાગીદારીથી ગુંગળી તળાવનું રીનોવેશન કરાવી આનંદ સરોવર તરીકે તેને વિકસાવી એક રમણીય સ્થળ પાટણના નગરજનોને ભેટ ધરવામાં આવી હતી.પાટણના આનંદ સરોવરની જેમ શહેરના પિતાંબર તળાવને પણ વિકસાવવા પાલિકા તંત્ર દ્વારા  ટૂંક જ સમયમાં પિતાંબર તળાવને સંપૂર્ણપણે ખાલી કરી તળાવને ઊંડૂ કરીને ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાને નિવારવા માટે નગર પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.  તેવું પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. તેમજ દર ચોમાસાએ છિડિયા દરવાજા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કારણે આ વિસ્તારના રહીશોને  હાલાકી ભોગવી પડતી હોય છે.  ત્યારે આ વિસ્તારમાં આવેલા પિતાંબર તળાવને સંપૂર્ણપણે ખાલી કરી તળાવને ઊંડૂ કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે અને પિતાંબર તળાવ ઊંડૂ કર્યા બાદ આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ અર્થે કેનાલ બનાવી સંપૂર્ણ વરસાદી પાણી પિતાંબર તળાવમાં ઠલવાઈ જાય તે પ્રકારનું આયોજન પાલિકા તંત્ર દ્વારા કરાનાર હોવાનું પણ જાણવા મળેલ છે.


Download Our B K News Today App



Related News