લાખણીના કુડા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો વ્યાજખોરોના ત્રાસથી પિતાએ જ પરિવારના સભ્યોની હત્યા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 10:47:36
  • Views : 497
  • Modified Date : 2019-06-26 10:47:36

લાખણી તાલુકાના કુડા ગામે સપ્તાહ અગાઉ એક જ
પરિવારના ચાર સભ્યોની રાત્રિના સમયે ભરઉંઘમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કોણે અને કયા કારણોસર કરી તે રહસ્ય ઉપરથી મંગળવારે પોલીસે પડદો ઉંચો કર્યો હતો. જેમાં વ્યાજખોરોના ત્રાસથી ઘરના મોભીએ જ પરિવારના સભ્યોની હત્યા કરી પોતે જાતે ઝેરી દવા પી ગટગટાવી આત્મહત્યા કરી હોવાનુંહ સાથે સાથે આ હત્યાકાંડ સર્જવા માટે ઘરના મોભીને મજબુર કરનારા બે વ્યાજખોરોની પણ પોલીસે અટકાયત કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી હોવાનું જિલ્લા પોલીસવડા જણાવી રહ્યા છે.
 લાખણી તાલુકાના કુડા ગામે સપ્તાહ અગાઉ ઘસઘસાટ  નિંદ્રામાં સુતેલા અણદી બેન કરશનજી પટેલ (પત્ની), ઉકાભાઈ કરશનજી પટેલ (પુત્ર ), ભાવનાબેન કરશનજી પટેલ (પુત્રી) અને સુરેશભાઈ કરશનજી પટેલ (પુત્ર)ના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઘરના મોભી કરશનજી પટેલ ઘરના આંગણામાં ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમનું સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. દરમિયાન આ હત્યા કોણે અને કયા કારણોસર કરી તેને લઇને રહસ્યના તાણાંવાણા સર્જાવા પામ્યા હતા. જે હત્યાનો ભેદ મંગળવારે પોલીસે ઉકેલ્યો હતો.

Download Our B K News Today App



Related News