લીંબડીયા કેનાલમાં બે પુત્રીઓ સાથે પિતાએ મોત વ્હાલુ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-11 11:51:14
  • Views : 335
  • Modified Date : 2021-04-11 11:51:14

તાલુકાના માધવગઢમાં રહેતા આશરે ૩૫ વર્ષિય યુવકે શનિવારે બપોરના સમયે બે
પુત્રીઓ સાથે લીંબડીયા કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યુ હતંુ. આ બનાવને લઇને સમગ્ર
પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ફાયર બ્રિગેડ બે દિકરીઓને મૃત હાલતમાં બહાર કાઢવામા સફળ રહી હતી. જ્યારે યુવકનો મૃતદેહ મળી આવ્યો ન હતો.
મળતી માહિતી મુજબ ગાંધીનગર તાલુકાના માધવગઢમાં રહેતો આશરે ૩૫ વર્ષિય યુવક શૈલેષ રમેશભાઇ ઓડ પોતાની બે પુત્રીઓ ૬ વર્ષિય પ્રિયાંશી અને ૪ વર્ષિય સ્વરાને  શનિવારે પોતાના બાઇક ઉપર લઇને લીંબડીયા કેનાલ
પાસે પહોંચ્યો હતો. જ્યા તેને બે પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યંુ હતંુ. આ બનાવાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમ પહોંચી હતી અને યુવક અને બે દિકરીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બે દિકરી પ્રિયાંશી અને સ્વરાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જ્યારે શૈલેષનો મૃતદેહ હાથ લાગ્યો ન હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શૈલેષ રેતીનંુ ટ્રેક્ટર ચલાવી ગુજરાન ચલાવતો હતો. જ્યારે
પારિવારીક કોઇ સમસ્યા જાેવા મળતી ન હતી. આ યુવકે પોતાની બે ફૂલ જેવી દિકરીઓ સાથે શા માટે આવુ પગલુ ભર્યુ તેનુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. આ બનાવને લઇને ડભોડા પોલીસે એડી દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News