દેવપુરા કેનાલમાં પુત્ર સાથે પિતાનો આપઘાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:28:02
  • Views : 278
  • Modified Date : 2021-03-09 10:28:02

વાવ તાલુકા દેવપુરા ગામમાંથી પસાર થતી દેવપુરા કેનાલમાં પિતાએ પુત્ર સાથે કેનાલમાં પડી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
વાવ તાલુકાના લાલપુરા ગામનો કલ્પેશભાઈ કરશનભાઇ ઠાકોર (ઉ.વર્ષ આશરે ૩૦) પોતાના પરિવાર સાથે દેવપુરા ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. રવિવારે સાંજના પાંચ વાગ્યાના સમયે દેવપુરામાંથી
પસાર થતી મુખ્ય કેનાલમાં
પહેલા પોતાના માસુમ ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં નાંખી
પોતે પણ કેનાલમાં પડી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા
પામી હતી. આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવી કેનાલમાં શોધખોળ આદરી હતી. પણ રાત પડી જતા બીજા દિવસે થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈએ પિતા
કલ્પેશભાઈનો મૃતદેહ શોધી કાઢ્યો હતો પરંતુ નાના માસુમનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

Download Our B K News Today App



Related News