પૂર્વ કોર્પોરેટર ફરીથી મેદાનમાં, કમિશનરને આક્ષેપોથી ભરેલો પત્ર લખ્યો ગાંધીનગર સ્માર્ટ સિટીના કામો ભ્રષ્ટાચારનો નાયબ નમુનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-10 11:49:35
  • Views : 251
  • Modified Date : 2021-07-10 11:49:35

     અંડરપાસ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે તેવા અહેવાલો અખબારમાં ઘણી વખત પ્રકાશિત થઈ ચૂક્યા છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૬ના પૂર્વ કોર્પોરેટર પિન્કી પટેલે દ્વારા ભ્રષ્ટાચારનો વિસ્ફોટક કરતો પત્ર લખવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સ્માર્ટ સિટીની ગ્રાન્ટમાંથી જે કામો થયા છે તેમાં તમામ હાલમાં જાેવાલાયક સ્થળ તરીકે જાહેર કરવા જાેઈએ. કારણ કે તે ભ્રષ્ટાચાર કરવાના હેતુથી તેમની કામગીરીના નાયબ નમૂના છે. તેવી માંગ પૂર્વ કોર્પોરેટર પિન્કી  પટેલે કરી છે. આ ઉપરાંત તેમને આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની સ્માર્ટ સિટી દ્વારા બનાવવામાં આવેલ ઘ-૪નો અંડરબ્રિજ હાલમાં ખુલ્લો મુકવામાં આવેલ છે. તે મે-માસમાં આવેલ વાવાઝોડા દરમિયાન તેમાં જે રીતે ચારે તરફથી પાણીના બંબા પડ્યા હતા અને સ્વીમીંગ પુલનું નિર્માણ થયું હતું. જેનો ગાંધીનગરની પ્રજાએ ફરવાલાયક સ્થળ તરીકે લાભ લીધો હતો. હાલમાં પણ જાે તેમાંથી પસાર થાવ તો જાણે રેલવે ટ્રેક પર બેલેન્સ વગરની ગાડી જઈ રહી હોય તેવો અનુભવ થાય છે. તે થોડાક સમય પહેલા રીપેર પણ કર્યું છે. તેમ છતાં આજે પણ તેની પરિસ્થિતિ ઠેરના ઠેર જ છે. તેમાં લગાવવામાં લાઈટ કે જે છેલ્લા ૧૫ દિવસથી બંધ છે. પણ ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ ત્યારથી જ રોજ પસાર થતા હોવા છતાં તે ભ્રષ્ટાચાર કર્યા હોવાનો કારણે તેમને લાઈટ ચાલુ દેખાવા છતાં તેનો ઉકેલ લાવતા નથી. આવા નાયબ નમૂના કે જે પ્રજાના પરસેવાના નાણાં ટેક્સના નામે ઉઘરાવી આવા કામો કરવામાં આવે ત્યારે પ્રજા માટે વોટ આપીને પોતાના પ્રતિનિધિને ચૂંટીને મોકલે છે. વધુમાં તેમણે જણાવ્યું કે હાલમાં જે ગ-૪ ના અંડર બ્રિજનું કામ ચાલે છે. તેમાં પણ આમ જ કોઈ જ પ્રકારની રોકટોક વગર કામ ચાલી રહ્યું છે. તેની તપાસ થવી જાેઇએ અને જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવા જાેઈએ તેવી માંગ પૂર્વ કોર્પોરેટર પિન્કી પટેલે કરી છે.

 

 - સાઉન્ડ સિસ્ટમથી સજ્જ અંડરપાસની જાળીયો

ઘ-૪ અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટે જાળીઓ નાખવામાં આવી છે. પરંતુ આ જાળીઓ ઉપરથી તમારું વાહન પસાર થાય એટલે જાળીઓને અવાજ આવે છે તે સીધો તમારા કાનમાં વાગે તેવો હોય છે. એજન્સી અને તંત્રએ આ જાળીઓમાંથી અવાજ રૂપી સાઉન્ડ સિસ્ટમને નિકાળવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ હજુ સુધી તેનો તાલ મળ્યો નથી. 

 

- હજુ સુધી એજન્સી ઉપર કોઈ કાર્યવાહી નહિ

અખબારોમાં આટલા અહેવાલ છપાયા તેમજ તંત્રનું ધ્યાન દોરતાં બાદ પણ હજુ સુધી એજન્સી ઉપર કોઈપણ જાતના શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે

હવે એવું સાર્થક થાય છે કે અધિકારીઓની

આ ભ્રષ્ટાચારમાં મીલીભગત છે.

Download Our B K News Today App



Related News