બનાવટી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવનાર પાયલોટની 2 વર્ષ બાદ ધરપકડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 16:01:53
  • Views : 109
  • Modified Date : 2023-06-13 16:01:53

અમદાવાદમાં બનાવટી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવનાર પાયલોટની પોલીસે ધરપકડ કરી છે. 2 વર્ષ પહેલાં પાયલોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આરોપી પાયલોટ ચેન્નઈ નોકરી માટે જઈ રહ્યો હતો ત્યારે પોલીસે એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. 2 પાસપોર્ટ બનાવનાર આરોપી પીનાકી રોયએ બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરીને વધુ એક પાસપોર્ટ બનાવતા પોલીસે ધરપકડ કરી. ગુનાની વાત કરીએ તો અમદાવાદમાં નવરંગપુરા પોલીસ મથકે 7 જુલાઈ 2021ના રોજ પાસપોર્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હિતેશ કુમાર દવેએ પીનાકી ગૃહા રોય અને તેની પત્ની શર્મિષ્ઠા ગૃહા રોય સામે ફરિયાદ નોંધાવી હતી.બનાવટી સ્કૂલ લિવિંગ, ચૂંટણી કાર્ડ, લાઈટ બિલના આધારે બનાવ્યો પાસપોર્ટ.આરોપી પીનાકી રોયએ નવરંગપુરાના ઈલાઈટ વર્લ્ડ નામની વિઝાની ઓફિસ ખાતે એજન્ટ તરીકે કામ કરતા પરિમલ મહેતા સાથે મળીને પોતાના ખોટા અને બનાવટી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચૂંટણી કાર્ડ તથા લાઈટ બિલ બનાવી ગુનાહિત કાવતરું રચી તે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચૂંટણી કાર્ડ અને લાઈટ બિલ ખોટા અને બનાવટી હોવાનો જાણવા છતાં પાસપોર્ટ ઓફિસમાં રજૂ કરી પિનાકી અને તેની પત્ની શર્મિષ્ઠા ગુનાએ પાસપોર્ટ કઢાવ્યો હતો. ગેરકાયદે 2 પાસપોર્ટને લઈને ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી.પોલીસે એજન્ટ પરિમલ મહેતા અને આરોપી પત્ની શર્મિષ્ઠા રોયની અટકાયતનકલી દસ્તાવેજ દ્વારા પાસપોર્ટ કેસમાં પકડાયેલ પાયલોટ કેસમાં અગાઉ પોલીસે એજન્ટ પરિમલ મહેતા અને આરોપીની પત્ની શર્મિષ્ઠા રોયની અટકાયત કરી હતી, તે સમયે આરોપી પીનાકી રોયે પાસપોર્ટ કચેરીએ જઈને પોતાનો નવો બનાવેલો પાસપોર્ટ જમા કરાવી દંડ ભરી દીધો હતો, અને તેની પત્ની શર્મિષ્ઠા હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતાં. આ મામલે મુખ્ય આરોપી પીનાકીએ ભારતમાં જાણીતી એરલાઈન્સમાં પાયલોટ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. તે સમયે તે પોલીસને મળી ન આવતા તેની સામે લુક આઉટ સર્ક્યુલર LOC જાહેર કરવામાં આવી હતી, તેવામાં બે દિવસ પહેલા તે પોતાના જુના પાસપોર્ટના આધારે ચેન્નાઈ એરપોર્ટથી શ્રીલંકા જતો હોય એરપોર્ટ પરથી તેને ઈમિગ્રેશન વિભાગે પકડી નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમે ત્યાં પહોંચી આરોપી પીનાકી રોયની ધરપકડ કરી છે.પકડાયેલ આરોપી પાયલટ પીનાકી MBA સુધી ભણેલો છે અને અલગ અલગ એરલાઈન્સમાં પાયલટ તરીકે કામ કરી ચુક્યો છે, વર્ષ 2021 માં તેને એક જાણીતી કંપનીમાં બોન્ડ પર લેવામાં આવ્યો હતો અને અમેરિકા મોકલવામાં આવ્યો હતો, જોકે તેને અન્ય કંપની દ્વારા સારો પગાર આપવાની ઓફર મળતા તે બોન્ડના નિયમોનું ઉલ્લંઘન કરી ભારત પરત આવી ગયો હતો અને બાદમાં ચાઈના ગયો હતો, પરંતુ ત્યાં એરપોર્ટ પર તેને પાસપોર્ટમાં કંઈક પ્રોબ્લેમ હોવાની જાણ થતાં તે ભારત પરત આવી ગયો હતો.   તેને નવા સરનામે નવા ડોક્યુમેન્ટના આધારે નવો પાસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું હતું, જેથી નવરંગપુરાના એજન્ટને બનાવટી સ્કૂલ લિવિંગ, ચૂંટણી કાર્ડ અને લાઈટ બિલ આપ્યું હતું, અને તેના આધારે નવો પાસપોર્ટ કઢાવ્યો હતો, પરંતુ તે એ વાતથી અજાણ હતો કે તેની પોલ ખુલી જશે. જોકે પાસપોર્ટ ઓફિસની સિસ્ટમમાં એક જ વ્યક્તિના નામે બે પાસપોર્ટ દેખાતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેની એક ભૂલે તેને જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

Download Our B K News Today App



Related News