યાત્રાધામ ઢીમા પુનમના દિવસે દર્શન કરવા હોય તો યાત્રાળુએ ફરજિયાત વેક્સિન લેવું પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-20 12:45:07
  • Views : 334
  • Modified Date : 2021-09-20 12:45:07

     જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા આવતીકાલે યોજાનાર ભાદરવા સુદ પૂનમના દિવસે લોકમેળા દરમિયાન ધરણીધર મંદિર પરિશ્રય ની અંદર યાત્રાળુઓ  પ્રવેશ કરે તેના પહેલા કોરોના વેક્સિન ફરજિયાત લીધુ હશે તો જ તેમને મંદિર પરિશ્રયની અંદર પ્રવેશ આપવામાં આવશે જેવો મંદિર ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયામાં ધરણીધર મંદિર ટ્રસ્ટના લેટરપેડ ઉપર લખાણ વાયરલ કરવામાં આવેલ છે કે જે તારીખ 20 9 2021 ના રોજ વાવ તાલુકાના ઢીમા ગામની અંદર યોજાનાર લોકમેળા દરમિયાન યાત્રાળુએ કોરોના વાયરસ નું એક પણ ડોઝ લીધેલ નહીં હોય તે યાત્રાળુને મંદિર પરિશ્રય ની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં અને જો કોઈ એવો યાત્રાળુ હશે તો એમને કોરોના વેક્સિન લેવું હશે તો મંદિર ટ્રસ્ટ ની ધર્મશાળા ના ઉપરના માળે આના માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી આરોગ્ય વિભાગ મામલતદાર પોલીસ સ્ટાફ  શહીતની ટીમ નું આયોજન કરવામાં આવેલ છે  યાત્રાળુઓને ફરજિયાત વેકસીન લીધા પછી જ ધરણીધર મંદિર પરિશ્રય ની અંદર પ્રવેશ આપવામાં આવશે તેવુ ધરણીધર મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી જશવંતભાઈ સેવક દ્વારા જણાવવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News