સેમોદ્રાં ગામે ભૂંડનો આતંક વહેલી સવારે ત્રણ લોકો પર ભૂંડનો હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-10 11:15:45
  • Views : 258
  • Modified Date : 2022-01-10 11:15:45

બનાસકાંઠા જિલ્લાના સેમોદ્રા ગામે વહેલી સવારે ખેતરમાં કામ કરતા લોકો પર ભૂંડે હુમલો કરતા ત્રણ જેવા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાસકાંઠા જિલ્લાના એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં આજુબાજુ મોટા જંગલો વસેલા છે જેના કારણે અવારનવાર ખોરાકની સંશોધનમાં જંગલી પ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ પ્રયાણ કરતા હોય છે જેના કારણે અનેક વાર જંગલી પ્રાણીઓ અને માનવી વચ્ચે હુમલાના બનાવો સામે આવતા હોય છે જેમાં જંગલી પ્રાણી દ્વારા માનવ પર હુમલો કરવામાં આવતા અનેક વાર ઇજાગ્રસ્ત થતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સેમોદ્ર ગામે ભુડના હુમલાથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં ભૂંડનો વારંવાર હુમલાને લઈને લોકોમાં ભય ફેલાયો છે.તો બીજી તરફ ભૂંડો ખેતરમાં પાકને મોટાપાયે નુકસાન પણ કરી રહ્યા છે વહેલી સવારે ભૂંડ દ્વારા ત્રણ લોકો ઉપર હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે ત્રણે લોકોને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે હુમલાને લઇ લોકોમાં ભય ફેલાયો છે.

Download Our B K News Today App



Related News