બનેવીએ જે પ્રેમિકા માટે સાળાની હત્યા કરી તેની સાથેની રંગીન મિજાજી તસવીરોએ સોશિયલ મીડિયા ગાંડુ કર્યું, લોકોની કડક સજાની માગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 13:01:54
  • Views : 569
  • Modified Date : 2021-03-14 13:01:54

    સુરત શહેરના કતારગામમાં સગા સાળીની હત્યા કરનાર બનેવી મહેશ ઝાંઝમેરા અને તેની પ્રેમિકાના અંગત ફોટાઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. અનૈતિક સંબંધને લીધે થયેલી હત્યાને કારણે લોકોએ બન્ને પર સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવી હતી અને કડક સજાની માગ કરી હતી. અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધોને કારણે પત્નીને કાઢી મૂક્યા બાદ તેના ઘરે જઇ મારા મારી કરી હતી. બનેવીને ધમકાવવા આવેલા બંને સાળાને તલવારના ઘા ઝીકી એકની કરપીણ હત્યા કરી હતી.

    કતારગામમાં નીલકંઠ સોસાયટી-2માં રહેતા મહેશ મધુ ઝાંઝમેરા (ઉ.વ. 34)નાં લગ્ન પ્રીતિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનો થયા બાદ મહેશને અન્ય એક દિપાલી નામની મહિલા સાથે પ્રેમસંબંધ થયો હતો. મહિલાએ મહેશના ગામમાં અન્ય યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બે વર્ષ પહેલાં તે મહેશના સંપર્કમાં આવી હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. મહિલા તેના પતિથી અલગ થઇ ગઇ હતી. જેથી મહેશ પત્ની સાથે છૂટાછેડા માંગતો હતો. છૂટાછેડા બાબતે મહેશ અને પત્ની વચ્ચે વિવાદ થયો હતો. આ યુવતી પ્રીતિબેનની હાજરીમાં ઘરે આવતી અને તેના પતિ સાથે ગિફ્ટને આપલે કરતી હોવાથી ઘરે ઝઘડાઓ થતા હતા. તેથી પતિ મહેશે પ્રીતિબેનને કાઢી મૂકી હતી. જેને લઇને પ્રીતિબેને આઠમી ડિસેમ્બરે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી હતી.

    ગત મંગળવારે સાંજે પ્રીતિબેનના ભાઇ જયેશ મગન કલસરીયા, નીતેશ મગન તેમની પત્ની ભાવનાબેન જયેશ અને અરુણાબેન નીતેશ નીલકંઠ સોસાયટીમાં ધસી ગયા હતા. મહેશ અને તેના પિતા મધુ ઝાંઝમેરા, માતા વિમળાબેન અને ભાઇ મનસુખ પણ જયેશ પર હથિયારો સાથે તૂટી પડ્યા હતા. મહેશે જયેશ અને નીતેશને બરહેમીપૂર્વક તલવારના ઘા ઝીકી દેતાં બંનેને ગંભીર હાલતમાં કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં જયેશનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મહેશની ધરપકડ કરી હતી.

    સમગ્ર ઘટના બાદ કતારગામ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયામાં મહેશ અને મહિલાના અંગત પળોના ફોટા વાઈરલ થયા છે. અનૈતિક સંબંધની કિંમત સાળાએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી. લોકોએ મહેશ અને મહિલાના સંબંધો વિશે સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવી હતી. તેમણે મહેશને કડક સજા કરવાની માંગણી કરી હતી.


Download Our B K News Today App



Related News