ડીસાના ખોડીયાર પાર્ક ખાતેથી પિકઅપ ડાલા ની થઈ ઉઠાંતરી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 11:50:45
  • Views : 257
  • Modified Date : 2022-03-17 11:50:45

ડીસાના ત્રણ હનુમાન રોડ પર આવેલ ખોડીયાર પાર્ક ખાતે પિકઅપ ડાલા ની કોઈ અજાણ્યા ચોર શખ્સ ચોરી કરી ફરાર થઈ જતા ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા ચોર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે

 

બનાસકાંઠા જિલ્લામાં વાહનોની ઉઠાંતરી ની ગેગ સક્રિય થઈ હોય તેમ એક પછી એક વાહનોની ઉઠાંતરી ની ઘટના સામે આવી રહી છે વાહનોની ચોરી થતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે બનાસકાંઠાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં થી પણ એક પિકઅપ ડાલા ની ઉઠાંતરી થતા ફરિયાદ નોંધાઇ છે ડીસાના ત્રણ હનુમાન રોડ પર આવેલ ખોડીયાર પાર્ક ખાતે રહેતા કાજલબેન દિલીપ કુમાર ઠક્કરની  આખોલ ચાર રસ્તા નજીક  બાલાજી સેલ્સ એજન્સી આવેલી છે. જેમાં તેમનું પીક-અપ ડાલુ પણ એજન્સીના કામમાં ઉપયોગ કરતા હતા. તેમની એજન્સી માં કામ કરતા રાહુલભાઇ જોશી પીક-અપ ડાલુ લઈ કાજલબેન ઠક્કર ના ઘરે પાર્ક કરી ગયેલા જે બાદ વહેલી સવારે જ્યારે કાજલબેન ના પતિ ઘરની બહાર નીકળતા ઘરની આગળ પાર્ક કરેલ પીકપ ડાલુ જેનો નંબર GJ -12-AZ-9802 વાળું પાર્ક કરેલ જોવા મળેલ નહિ જેબાદ પિકઅપ ડાલા ની આજુબાજુ તપાસ કરતા પીક-અપ ડાલુ મળી આવેલ નહીં જે બાદ કાજલબેન દિલીપકુમાર ઠક્કર પોતાના પિક અપ ડાલું જેની કિંમત રૂ.3 લાખ ની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળતા કાજલબેન દિલીપકુમાર ઠક્કરે   ડીસા ઉત્તર પોલીસ અજાણ્યા ચોર શખ્સ વિરોધ ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે ..

Download Our B K News Today App



Related News